આ ગામમા રહેતી યુવતીના કપડા બદલતા બિભત્સ ફોટા પાડી તેની પર દુષ્કર્મ આચરતા…

કાથરોટા ગામે રહેતી 24 વર્ષિય યુવતિ પોતાના પિયર રીસામણે બેઠી હતી અને આ યુવતી ગામની મીનાબેન મનસુખ ચૌહાણ સાથે કેટરસમાં કામ કરવા જતી હતી. જે દરમિયાન મીનાને જૂનાગઢના નરેશ કુંભાર અને પોરબંદર ભોલા ચુડાસમાં સાથે મુલાકાત કરવા હતી અને તે કેટરસનું મુખ્ય કામ સંભાળતા હોવાનું જણાવ્યું હતું. એક વખત યુવતિ પોતાના કપડા બદલતી હતી તે દરમિયાન મીનાબેને યુવતીના

બિભત્સ ફોટા પાડી નરેન અને ભોલાને બતાવી આ ફોટા તારા પતિ અને માતા-પિતાને બતાવી બદનામી કરવાની ધમકી આપી હતી.

એક વખત પોરબંદરનો ભોલો જૂનાગઢનાં જોષીપરા ખલીલપુર રોડ, ખોડલધામ ઇ-બિલ્ડીંગ પાંચમાં માળે બ્લોક નં-505માં લઇ ગયો હતો અને યુવતિની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચરી વીડિયો ક્લીપ ઉતારી પુત્રને મારી નાખવાની ધમકી આપી અવારનવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દીધી હતી અને લગ્ન કરવાની લાલચ આપી હતી.

જેથી યુવતીએ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આગળની તપાસ એસ.સી, એસ.ટી સેલના નાયબ પોલીસ અધિક્ષક એચ.એસ.રત્નુ ચલાવી રહ્યા છે. આ યુવતિને ગર્ભવતી બનાવી દીધા બાદ યુવતિએ હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો હતો બાદ યુવતી અને તેમના માતા-પિતાએ બાળકને ભવનાથમાં ત્યજી દીધું હતું અને યુવતીએ બાળક અપનાવાની ના પાડી દીધી હતી.

 166 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી