આણંદમાં યુવતી સાથે બળાત્કાર : દુષ્કર્મી ડોકટર, વકીલ અને ફોટોગ્રાફરની ધરપકડ

વીડિયો ઉતારી બ્લેકમેલ કરી શોષણ કરતા, સાયબર ક્રાઇમ પોલીસે શરૂ કરી તપાસ

આણંદ જિલ્લાના બોરસદ પંથકમાં દુષકર્મની વિચિત્ર શરમજનક ઘટના સામે આવી છે. ત્રણ નરાધમો ડોકટર, વકીલ અને ફોટોગ્રાફરે યુવતીના નગ્ન ફોટા તથા વીડિયો ઉતારી બ્લેકમેલ કરી બેરહેમ પૂર્વક પિંખી નાખી, એટલું જ નહી વારંવાર બળાત્કાર ગુજારતા આખરે યુવતીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય હવસખોરોને દબોચી લીધા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ, આણંદ જિલ્લાના બોરસદ પંથકની એક યુવતીએ ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, ચારેક વર્ષ પહેલા એક લગ્ન લગ્ન સમારંભમાં આણંદ શહેરમાં રહેતો ફોટોગ્રાફર સંદીપકુમાર ચંદ્રશેખના સંપર્કમાં આવી હતી. જો કે દોઢ વર્ષ પહેલા અન્ય કોઇ વ્યક્તિ સાથે રીલેશનશીપમાં હોવાની જાણ સંદીપને થતાં ઝઘડો કરી રૂપિયાની માંગણી કરી હતી. બીજા દિવસે યુવતીએ રૂપિયા આપી સંદીપ સાથે બોલવાનું બંધ કરી દીધું હતું. તેમ છતાં સંદીપ વારંવાર રસ્તામાં આવતા જતા આ યુવતીને હેરાન પરેશાન કરતો હતો.

ફરિયાદ મુજબ, યુવતી આણંદના બસ સ્ટેન્ડમાં બેઠી હતી તે દરમિયાન યુવતીના મોબાઇલ પર અમદાવાદના એડવોકેટ પ્રદ્યુમન બિપીન ગોહિલે ફોન કરી નોકરીની લાલચ આપી મિત્રતા કેળવી હતી. બીજી તરફ સંદીપ પણ આ યુવતી પાસે રૂપિયાની ઉઘરાણી કરતો હોવાથી આ યુવતીએ કોન્ફરન્સમાં સંદીપ અને એડવોકેટ પ્રદ્યુમન સાથે વાત કરી હતી.

પ્રદ્યુમને રૂપિયા આપવાનું જણાવતાં સંદીપે હેરાન પરેશાન કરવાનું બંધ કરી દીધું હતું. બીજી તરફ પ્રદ્યુમને યુવતીને ફોન કરી ફરી જણાવ્યું હતું કે, મેં તારા વતી સંદીપને રૂપિયા આપ્યાં છે, તારે હવે મને મળવું જોઈએ. તેમ જણાવી યુવતીને એક હોટલમાં મળવા બોલાવી હતી અને કહ્યું હતું કે, મેં તારા વતી સંદીપને રૂપિયા આપ્યા છે. જે મારે જોઇતા નથી, તેમ કહી વકીલે બળજબરી પૂર્વક યુવતીની મરજી વિરૂદ્ધ શારીરિક સંબંધ બાંધી, ફોટા તેમજ વીડિયો ઉતારી લીધો હતો.

વકીલ પ્રદ્યુમ અને સંદીપે યુવતીના કપડાં ઉતારી ફોટા પાડ્યા

વકીલ પ્રદ્યુમને ફોટા વાયરલ કરવાની ધમકી આપી યુવતી ને ફરી હોટલમાં બોલાવી હતી. આ દરમિયાન ફરી યુવતીના કપડાં ઉતારી ફોટા પાડ્યા હતા. તે વખતે અચાનક હોટલની રૂમના બાથરૂમમાંથી સંદીપ બહાર નીકળ્યો હતો અને યુવતીનો વીડીયો ઉતારી દીધો હતો. ત્યારબાદ સંદીપ આ યુવતીના અશ્લીલ ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને તેના ઘરે મળવા બોલાવતો હતો અને આ યુવતીને અગાઉ ઉતારેલા વીડિયો અને ફોટા બતાવી વાયરલ કરવાની ધમકી આપી તેણીની મરજી વિરૂદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો. અવાર નવાર સંદીપે આ રીતે યુવતીનું શારીરિક શોષણ કર્યું હતું.

અંતે ડોક્ટરે પણ યુવતીનું શોષણ કર્યું…

એક વખત યુવતીના બા બિમાર પડતાં જ સંદીપ યુવતીને બોરસદ તાલુકાના દેદરડા ખાતે ડો. મેહુલ પ્રજાપતિના દવાખાને લઇ ગયો હતો અને ત્યાં યુવતીના બાની સારવાર કરાવી હતી. ત્યારબાદ બીજા દિવસે ડો. મેહુલ પ્રજાપતિએ પણ આ યુવતીને મોબાઇલ પર મેસેજ અને ફોન કર્યાં હતાં. જોકે, યુવતીએ તેનો નંબર બ્લોક લીસ્ટમાં નાંખી દીધો હતો. ત્યારબાદ ડો. મેહુલ પ્રજાપતિએ યુવતીને બીજા નંબરથી વોટ્સઅપ મેસેજ કરી તેના ન્યુડ ફોટો વ્હાટ્સઅપ ઉપર મોકલ્યાં હતાં અને પીએચસી દવાખાને મળવા ખાતે બોલાવી હતી. જ્યાં ડો.મેહુલ પ્રજાપતિએ યુવતીને એક રૂમમાં લઇ જઇ અશ્લીલ ફોટા પોતાની પાસે હોવાનું જણાવી તેને વાયરલ કરવાની ધમકી આપી તેની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું.

ત્રણેય આરોપીઓ પોલીસ કસ્ટડીમાં

ત્રણેય નરાધમોથી પરેશાન યુવતીએ સાયબર ક્રાઇમ આણંદ પોલીસનો સંપર્ક સાધી ફરિયાદ આપતાં પોલીસે અમદાવાદના પ્રદ્યુમનસિંહ બીપીન ગોહિલ તથા તેના મિત્ર સંદીપ ચંદ્રશેખર તરકે (રહે. આણંદ જીવનદીપ સોસાયટી, સમૃદ્ધિ ફ્લેટ) અને ડો. મેહુલ મણી પ્રજાપતિ (રહે.દેદરડા, પ્રજાપતિવાસ) સામે ગુનો નોંધી ધરપકડ વધુ તપાસ હાથ ધરી છે

 28 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી