કોરોના હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત મહિલાઓ પર બળાત્કાર…? વાંચીને ગુસ્સો આવ્યો કે નહીં…?

સારવાર વખતે જેનામાં ભગવાન દેખાય એ જ શિયળ લૂંટે…? એવાની તો ખસી કરી નાંખવી જોઇએ…

એક નહીં પણ પાંચ રાજ્યોમાં કોરોના કેન્દ્રોમાં ઘટી આવી અઘટિત ઘટના-હે ભગવાન….

કેટલી મહિલા નેતાઓએ કછોટા બાંધીને જાહેર રોડ પર ઉભા પગે બેસીને ધરણાં કર્યા….?

આવા આરોપીઓને લઇ જતી વખતે કેમ વાહન પલટી ના ખાઇ ગયું….

(નેટડાકિયા-ખાસ અહેવાલ)

બાઇબલમાં કહ્યું છે કે આદમ અને ઇવ નામના પ્રથમ પૂરુષ અને સ્ત્રીએ એપલ ખાતા જ તેમનામાં શૃંગારરસનું સર્જન થયું અને તેમાંથી ઉત્પત્તિ થઇ માનવ જાતિની. માણસ નામે પ્રાણીમાં કામરસ કુદરતી અને સહજ છે. પરંતુ તેને નિયંત્રણમાં રાખવા માટેનો કોઇ જડબેસલાક ઉપાય સૃષ્ટિના સર્જનહારે આપ્યો નહીં હોય તેથી જ્યારે કોરોના મહામારીમાં લોકો એકબીજાથી દૂર રહે અને કોઇની નજીક જતા પણ ડરે તેવી ભયાનક સ્થિતિમાં કોરોનાગ્રસ્ત મહિલા દર્દી પર કોરોના હોસ્પિટલમાં જ કોરોની સારવાર કરનારા દ્વારા દુષ્કર્મ કે છેડતી થાય અને તેના પર નજર બગાડવામાં આવે ત્યારે તે જોઇને કે તેવી જઘન્ય ઘટના વાંચીને એમ થાય કે એવાનું તો ખસી જ કરી નાંખવુ જોઇએ……!

જયારે જ્યારે રેપ કે ગેંગરેપની કોઇ એવી ઘટના બને, જેમ કે દિલ્હીની નિર્ભયા કાંડ કે તાજેતરની હાથરસ કાંડ કે સાઉથમાં એક વેટરનરી મહિલા ડોક્ટર પર ગેંગરેપની ઘટના બની ત્યારે મહિલા વર્ગ સહિત ઘણાંના મનમાં એમ થાય કે આવું કરનારાઓને જાહેરમાં ફાંસી આપવી જોઇએ અથવા તેમનું ખસીકરણ કરી નાંખવુ જોઇએ, તે સ્વાભાવિક છે.

આ ઘટનાઓ હોસ્પિટલમાં કોરોનાની સારવાર આપવામાં આવતી હોય તેવા માનવ સેવાના સ્થળે બની છે.. સવાલ એ થાય કે માનવસેવાના સ્થળ એવા હોસ્પિટલમાં જ્યાં દર્દીઓ ડોક્ટરને ભગવાન સમજતા હોય, અન્ય સ્ટાફ પર વિશ્વાસ હોય અને સમગ્ર વાતાવરણ જ એવું કે કોઇના મનમાં સહેજ પણ વિકૃતિ કે વિકાર ના આવે તેવી જગ્યાએ મહિલા દર્દીને શિકાર બનાવવામાં આવે ત્યારે એમ કહેવું જોઇએ-જિન્હેં નાઝ હૈ હિન્દ પર વો કહાં હૈ….વો કહાં હૈ…..(વાંચીને એમ ના કહેતા કે એમાં હિન્દ શું કરે….)

આવી ઘટનાઓ કોરોનાકાળમાં કોરોનાની હોસ્પિટલમાં મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ, કડક સીએમની છાપ ધરાવતા યોગીના રાજ્ય યુપીમાં અને પોતાને સુશાસનબાબુ ગણાવતાં નિતિશકુમારના શાસનમાં..

ટલે કે પાંચ રાજ્યોમાં બની છે. હાલમાં ચર્ચા મહારાષ્ટ્રની ઘટનાની થઇ રહી છે. અને તેનું કારણ રાજકારણ છે. રાષ્ટ્રીય મહિલા આયોગના ચેરપર્સન રેખા શર્માએ આ અંગે ચિંતા વ્યક્ત કરી અને મહારાષ્ટ્રના રાજ્યપાલ કોશ્યારીની મુલાકાત પણ લીધી. મહિલા આયોગના વડાએ યુપી સહિતના આ રાજ્યાની મુલાકાત લઇને ત્યાંના રાજ્યપાલોને પણ મળીને ચિંતા દર્શાવી હશે એમ આપણે માની લેવું પડે. યુપીના રાજ્યપાલને મળવાની હિંમત કરી હોય તો સારૂ ગણાય…..

કોરોના રોગ એવો છે કે તેનાથી સૌ કોઇ દૂર રહે છે અને જેને કોરોના થયું હોય અને સારવાર ચાલી રહી હોય તે મહિલા દર્દીને ખરાબ નજર સાથે હાથ લગાવવાની કૂચેષ્ટા કરનારની માનસિક્તા ચકાસવી જોઇએ સત્તાવાળાઓએ. વિદેશમાં આવી ઘટના બની હોત તો આરોપી ક્યારનો ય મેન્ટલ હોસ્પિટલમાં મોકલી અપાયો હોત. પણ ભારતમાં….?

જ્યાં માનવીનું જીવન બચાવવાનું કામ 24 કલાક ખડે પગે થતું હોય તેવા કોવિડ કેન્દ્રોમાં પણ મહિલાઓ સલામત ના હોય તો પછી મહિલાઓએ કોની પાસેથી સુરક્ષાની અપેક્ષા રાખવી…? દર્દીને લાવવા લઇ જવા માટેની એમ્બ્યુલન્સમાં ફરજ પરના હવસખોર કર્મચારી દ્વારા દુષ્કર્મ….? હોસ્પિટલમાં માંદગીના બિછાને પડેલી કોરોનાગ્રસ્ત મહિલા દર્દી સાથે…….રેપ….!

આ તો હદ થઇ ગઇ. જો આવુ જ થશે તો પછી મહિલાઓની સલામતી ક્યાં રહી…? બની શકે કે લોકો કોરોના થયા પછી હોસ્પિટલમાં એકલા દાખલ થવાનું કે મહિલાને એકલીને દાખલ કરવાનું ટાળતા હશે તો તેનું એક કારણ કદાજ આ પણ હોઇ શકે…

તેને રોકવાના ઉપાયોમાં આવી તમામ હોસ્પિટલમાં અને દરેક વોર્ડમાં તથા ખાસ કરીને મહિલાના વોર્ડમાં કે રૂમમાં સીસીટીવી કેમેરા એકમાત્ર ઉપાય જણાઇ રહ્યો છે. સ્ટાફમાં એવા પણ હવસખોરો હોઇ શકે કે તેઓ કેમેરા સાથે ચેડાં કરીને પોતાનું ધાર્યુ કરી શકે. આવી સ્થિતિમાં પિડિત મહિલા દર્દી કરે તો શું કરે બિચારી….? આવા સ્થળે દુષ્કર્મનો વિચાર કદાજ એટલે આવે કે મહિલાની સાથે કોઇ સગાસંબંધી હોતા નથી. કેમ કે કોરોનાની સારવાર માટે દર્દીના સગાને હોસ્પિટલમાં સાથે રહેવાની મંજૂરી આપવામાં આવી નથી . રાજસ્થાને, અને તે પણ તાજેતરમાં એમ નક્કી કર્યું કે પીપીઇ કીટ પહેરીને સગાઓ દર્દીને મળી શકશે.

તે પહેલા આખા ભારતમાં કોરોનોનાની કોઇ હોસ્પિટલમાં લોકોને ચેપી રોગથી બચાવવા દર્દીની સાથે રહેવાની કોઇને મંજૂરી નહોતી.. જે તે મહિલાને સ્ટાફના ભરોસે રહેવું પડતું હતું અને સ્ટાફ જ કલંકિત દુષ્કર્મ આચરે તો પછી તેને કોણ બચાવે….

ચિંગારી કોઇ ભડકે તો સાવન ઉસે બુઝાયે….સાવન જો અગન લગાયે ઉસે કૌન બુઝાયે…જેના સહારે મહિલાદર્દીને સારવાર માટે મૂકવામાં આવી એ જ સ્ટાફ વિશ્વાસઘાત કરે તો પછી કોણ બચાવે….? આવા બનાવમાં પોલીસ કેસ થયા જ હશે અને જ્યારે આ કેસ ચાલે ત્યારે કોર્ટ દ્વારા એવી સજા આપવામાં આવે કે સમાજમાં દાખલો બેસે. જાહેરમાં ફાંસી….બસ એ જ એક ઉપાય કહી શકાય અને આ કેસો ઝડપથી ચાલે તો જ ન્યાય મળ્યો કહેવાય. 2012ના નિર્ભયા કાંડના આરોપીઓને 2020માં ફાસીંના માંચડે પહોંચાડતા પહોંચાડતા સત્તાવાળાઓને નાકે દમ આવી ગયો હતો…..એ તો ખબર જ હશે..

કોરોના કાલે નહીં હોય, પણ જે મહિલાઓ સાથે કોરોનાકાળમાં અઘટિત થયું છે તેઓ તેને કદાજ ક્યારેય નહીં ભૂલી શકે. આવી ઘટનાઓ મનોરોગના ડોક્ટરો માટે અભ્યાસનો વિષય બનવો જોઇએ અને આવું દુષ્કર્મ કરનારની માનસિક્તા, પરિવાર, સહિત તમા બાબતોની તપાસ કરવી જોઇએ. જેથી કોઇ ચોંકાવનારી બાબત બહાર આવે કે તેને આવું કરવા માટે કેમ સૂઝ્યું….અને ભવિષ્યમાં આવું ન થાય તેના ઉપાયો વિચારી શકાય.

જેમની સાથે કોરોના સારવાર કેન્દ્રોમાં આવી અઘટિત ઘટના બની છે તેમની સાથે કેટલી રાજકિય મહિલા નેતાઓએ વાત કરી….? કેટલી મહિલા મંત્રીઓએ ટ્વીટ કર્યું….? કેટલી મહિલા નેતા કછોટા બાંધીને જાહેર રોડ પર ઉભા પગે બેસીને ધરણાં કર્યા….? જરાયે લાગણી ના ઉભરાઇ તેમના મનમાં આ કોરોનાગ્રસ્ત પિડિતા માટે…?

હાં, એટલુ ખરૂ કે મહારાષ્ટ્રમાં બીજા પક્ષની સરકાર છે એટલે મહિલા આયોગને ચિંતા થઇ અને જો ત્યાં કેસરીલાલની સરકાર હોત તો….?!

આયોગની મહિલા ચેરપર્સન ક્યાંય પકોડી ખાઇ રહી હોત…..?

દિનેશ રાજપૂત

 114 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર