કરોડોનાં દિલોમાં રાજ કરનારાઓનાં દિલમાં છે રાશિદ ,કોણ છે આ જાણો…..

પહેલા એક એવો સમય હતો કે ગામ ,વસ્તી અને નાના મોટા શહેરમાં લોકો વાળંદને ત્યા જતાં હતાં લાકડાની ખુરશીમાં ચુપચાપ બેસી જતાં હતાં.આંખો બંધ કરી આજુ બાજુનું વિચાર કર્યા વગર નાનો એવો અરીસો પાછડની બાજુ કરે અને દેખાડે ,પૈસા આપી ચાલવા લાગે..શું માથાનાં વાળ કપાવવા એ પણ કંઇ ફેશન છે ?પરંતુ સમય વિતતો ગયો દેશ વિદેશનાં સમાચારો અને વીડીઓ દ્વારા ખબર પડવા લાગી કે માથાનાં વાળ કેવા હોવા જોઇએ..કારણ કે મિત્રો અને આપણા સગા વ્હાલાઓ જોઇને એમ કહે કે વાહ શું લાગે છે હોં .!

આજનાં સમયમાં પોતાનો પર્સનલ વાળંદ, હવે તેનું નામ સલુન કાં તો પછી એનાથી પણ સારુ એક એવું નામ જેનું નામ લેતા જ લોકો તેની તરફ જોઇ કહે કે – અચ્છા ત્યાં વાળ કપાવો છો જોરદાર છે..પહેલાનાં સમયમાં નાના બાળકો પણ પોતાની પંસદ કે ફેશન મુજબ વાળ કપાવતાં હતાં.કયારેક વાડકા છાપ તો કયારેક આર્મી જેવા સુઇ વાળ કપાવવાની ફેંશન હતી..પરંતુ હવે આખી આલ્બમ કસ્ટમરની સામે મુકવામાં આવે છે.જેમાં ઘણાં બધી અલગ અલગ સ્ટાઇલની હેરકટીંગની ફોટો જોવા મળે છે.એવુ કહી શકાય કે માથાનાં વાળની ફેંશન પર્સનાલિટીનાં વસ્ત્ર અને શરીરનાં સંબધો જેવો થઇ ગયો છે.તો પછી કરોડો ચાહકોનાં દિલ પર રાજ કરતાં ક્રિકેટ ખેલાડીઓ પણ હવે કેમ પાછળ રહે ? કેટલાંક ખેલાડીઓ પોતાની પસંદગીનો હેરસ્ટાઇલિસ્ટ રાખતાં હોય છે.

તેમાંથી એક નામ રાશિદ ખાનનું ઉભરી આવે છે. ટીમ ઇન્ડિયામાં કેટલાંક ખેલાડીઓ રાશિદનાં હાથથી ચાલનારી કાતર અને કાંસકાથી વાળ કપાવવાનાં પસંદ કરે છે.

અત્યારનાં સમયમાં ક્રિકેટર્સ પ્રદર્શનની સાથે સાથે સારા દેખાવ પર ખૂબ ધ્યાન આપે છે.સાથે જ જીમ માં વધારે સમય પસાર કરી સારી અને ફીટનેસનું પણ ધ્યાન રાખે છે.જો કે આ સમયની માંગ પણ છે. જો તમારી પાસે સારો દેખાવ છે. તો વિજ્ઞાપનથી મોટી કમાણી કરવાનાં મોકા વધારે રહે છે. તેવામાં ક્રિકેટર પર્સનલ ટ્રેનર અને હેરસ્ટાઇલિસ્ટ રાખે છે.

દિલ્હીનાં હેરસ્ટાઇલિસ્ટ રાશિદની માંગ અત્યારનાં દિવસોમાં ટીમ ઇન્ડિયાનાં ખેલાડીમાં વધારે છે. રાશિદ LOOKS Saloon માં તે ડાયરેકટર છે. આ સલુન દિલ્હીનાં અશોક વિહારમાં સ્થિત છે.

આજે રાશિદ સફળતાની શિખરે ભલે પહોંચ્યો હોય પરંતુ સફળતાનો રસ્તો તેમનાં માટે સરળ ન હતો.રાશિદની કહાની ની શરુઆત ઉત્તરપ્રદેશનું નાનું શહેર બિજનોરના ચાંડોકના નાના શહેરથી થઇ હતી જ્યાં તેમને કાતરથી લગાવ હોવાને કારણે તેમનાં નસીબ તેમને મોહમ્મદ નાસિર અને મોહમ્મદ લર્ઇકની તરફ ખેંચી લાવી…

નાસિર અને લર્ઇક એ એવા બે વ્યકતિ છે.જેનું ઋણ રાશિદ કયારેય ચૂકવી ન શકે. હેરસ્ટાઇલિસ્ટ બનવાની યુક્તિઓ રાશિદે આ બંને પાસેથી જ શીખ્યા હતાં.આ પછી, રાશીદ તેના સ્વપ્નનને ઉચ્ચી ઉડાન આપવા માટે વર્ષ 2011 માં દિલ્હી આવ્યા હતા.અહીં તેણે પ્રથમ લૂક્સ સલુનમાં તાલીમ લીધી.ઘણા આંતરરાષ્ટ્રીય હેરસ્ટાઇલિસ્ટમાં માસ્ટર વર્ગો પણ કર્યા..બસ પછી તો રાશિદે હેર સ્ટાઇલની દુનિયામાં અહીંથી પગથિયાં ભરવાનું શરૂ કર્યું…આ દરમિયાન રાશિદની મુલાકાત નીતીશ રાણા, ઋષભ પંત, યુગવેન્દ્ર ચહલ,કુલવંત ખેજરોલીયા જેવા દિલ્હીના મોટા ક્રિકેટરો જોડે થઇ..

જણાવી દઈએ કે, ચહલ અને ઋષભ પંત આજે ભારત માટે રમે છે. તાજેતરના સમયની વાત કરીએ તો, 2018 ની આઈપીએલ સીઝન રાશિદના જીવનમાં રમત ચેન્જર તરીકે આવી.આ આઇપીએલ સીઝને રાશિદની એવી લોકપ્રિયતા બનાવી હતી કે આઈપીએલની પાંચ ફ્રેન્ચાઇઝી, કેકેઆર, આરસીબી, સીએસકે કિંગ્સ ઇલેવન પંજાબ અને દિલ્હી ડેરડેવિલ્સના ખેલાડીઓ રાશિદના ગ્રાહક બન્યા હતા.

અહીંથી રાશિદે ઘણા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ માટે નવા દેખાવ આપ્યા છે. આના મોટા નામ ટિમ સાઉદી, ડેવિડ મિલર, ફાફ ડુ પ્લેસિસ અને સ્ટીફન ફ્લેમિંગનું છે. આ સિવાય બોલિવૂડ સિંગર હિમાની કપૂર અને પ્રિયંકા નેગી પણ રાશિદના ગ્રાહક છે.

હેરસ્ટાઇલની દુનિયામાં આજે રાશિદ નું એટલું મોટું નામ થઇ ગયું છે. તે પોતે એક બ્રાન્ડ બની ગયા છે. તેથી જ, આ વર્ષે તેમના કાર્યને ધ્યાનમાં લેતા, રાશિદને ભારતીય હેર ડ્રેસિંગ એવોર્ડ 2018-19 માટે નામાંકિત કરાયો હતો.

આશા છે કે રાશિદની કાતર એમ જ ટકી રહે. અને તેનું ભવિષ્ય સુવર્ણમય બને. રાશિદનું માનવું છે કે તેમણે હિન્દુસ્તાન જ નહિ પણ બીજા ઘણા દેશોના ખેલાડીઓને નીત નવી હેરસ્ટાઇલ દ્વારા નવો દેખાવ આપ્યો છે..

 69 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી