રસી રે રસી તેરા રંગ કૈસા….? રસી પહેલા રંગમાં ભંગ….?!!

લોકો કોરોનામાં મરી રહ્યાં હોય ત્યારે રસીને લઇને વિવાદ કેટલો વાજબી…?

લગાવવા દો ને…બરાબર નહીં હોય તો સુધારી લેવાશે, પણ એકવાર મૂકવા તો દો…

રસીબાઇ….ભારતમાં તમારૂ સ્વાગત છે….વેલકમ….

બેહજાર એકવીસ-2021ની એક જ વિશ—ગો કોરોના ગો….કમ વેક્સિન…કમ…!!

કેસરી રંગની રસી જોઇને માયવતી શું બોલ્યા….?!

શશી થરૂર, તમે બી યાર ખરા છો હોં.. કોરોના નહોતો તો રસી કઇ રીતે બને છે તેની પ્રોસેસ મેડિકલ આલમ સિવાય કોઇ ભાગ્યે જ જાણતા હતા. કોરોના આવ્યું તો લોકો થથરતા થથરતા રાહ જોતા હતા- હે પ્રભુ ટીકા ભેજ…ટીકા ભેજ….1 અને રસી આવી એટલે અખિલેશ બબુઆ કા બોલે ઠુમક ઠુમક કર- યે ટીકા હૈ ના…યે ભાજપા કા ટીકા હે સસુરા….હમ કા નહીં ચાહિયે…હમકા કછુ ભી હો જાય… લેકિન હમ યે ટીકા કભી નહીં લગાવત હો…! કહી ટીકા લગને કે બાદ હમારે મૂંહ સે ભારત માતા કી જય…નિકલ ગયા તો….ના…બાબા…ના..હમે નહીં ચાહિયે યે ટીકા….!!

કોઇએ વળી અફવા ફેલાવી- કોરોના કી રસી લેને કે બાદ મર્દાનગી ખતમ હો જાતી હૈ….!! કોઇએ વળી કોઇ જાનવરની ચરબીમાંથી રસી બની છે એટલે લેવાય કે ના લેવાય….એવો વિવાદ જાગ્યો- ધર્મના રખેવાળ વચ્ચે પડ્યા અને કહ્યું- ઇન્સાન કી જિંદગી બચાને કે લિયે સબકુછ જાયજ હૈ….!

બોલો, છે ને રસી પહેલા રસીપુરાણ…..રસી પહેલા રસી રાજકારણ….અને હજુ તો રસીનો રંગ, દવા કંપનીઓએ જાહેર કર્યો નથી કે કોઇએ બતાવ્યો નથી. ભૂલેચૂકે રસીનો રંગ કેસરી નિકળ્યો તો…..?! અખિલેશબબુઆ તો જાય નાઠા…..માયાવતી હાથીની પૂછ પકડીને મોઢુ ચઢાવીને બેસી રહેશે અને માંગણી કરશે- મૈં સીબીઆઇ જાંચ કી માંગ કરતી હું….!!

રસીનો રંગ કેવો હશે અને કેવો રાખવો એ કાંઇ બનાવનારાઓના હાથમાં નહીં હોય. રોગ મટાવા રસીના બંધારણીઁય તત્વો કે દ્ર્વ્યોના રંગો પર આધાર હોઇ શકે. પણ બે ઘડી માની લઇએ કે રસી કેસરી નિકળી કે બની તો રાહુલ ગાંધી શું કહેશો- દેખો ભૈયા….મૈને પહલે હી કહા થા કી મોદી સરકાર કેસરી રંગવાલી હૈ…યે મોદીજીને હી કરવાયા હૈ..મૈં એડવાન્સ મેં કહે દેતા હું સબ લાલ….સોરી, કેસરી હો જાયેગા….!! તીન રાજ્યો મેં હમારી સરકાર હૈ લેકિન ભારત મેં ડેમોક્રેસી નહીં હૈ….!!

કેસરી ફિલ્મનો હીરો અક્ષયકુમાર કેસરી રસી જોઇને કહેશો- દેખો,,,દેખો…બાય ગોડ….બાબુભૈયા….મુઝે કલ સપના આયા…અરે વો કપિલ શર્મા શો વાલી સપના નહીં….!! અસલ મેં સપના આયા ઔર સપને મેં ક્યા દેખતા હું…? બાબુભૈયા વાંકો વળીને ચશ્માં બરાબર કરતાં કરતાં કહે- એ શ્યામ તુમ ભી સુન દેખ.. રાજુ ક્યા કહ રહા હૈ… આ સાંભળીને શ્યામ-સુનીલ શેટ્ટી કહે- બાબુભૈયા તુમ ઇસકી બાતો મેં મત આઓ..યે જુઠા હૈ…અક્ષય બોલ્યો- સપને મેં મુઝે સબ કેસરી….કેસરી…દિખ રહા થા…મૈને દેખા યે વોહી ટીકા હૈ…ઔર મેરી કેસરી ફિલ્મ કી તરહ યે ભી હીટ હોગા…!!

આ તો બે ઘડી હળવાશમાં વાત થઇ… પણ રસીને લઇને જે વિવાદ થઇ રહ્યો છે તે યોગ્ય તો નથી જ. રસીની કિંમત જાહેર થઇ ગઇ છે અને ગણતરીના દિવસોમાં ભારતમાં-ગુજરાતમાં-અમદાવાદમાં રસી મૂકવાની ઝૂંબેશ શરૂ થવાની છે તેવા સમયે લોકોના મનમાં રસી અંગે સંકાઓ જગાવવી તે માનવતાની વિરૂધ્ધ છે.

કોરોનાથી બચવા માટેની રસી બનાવનારાઓ કાંઇ રાજકારણી નથી, તેઓ સિનિયરમોસ્ટ વૈજ્ઞાનિકોની આખી ટીમ છે. લેબમાં પીપીઇ કીટ પહરીને 16-16 કલાક ખડે પગે સંશોધન કર્યા બાદ કોઇ મહામારીનો ઇલાજ હાથમાં આવ્યો હોય તો તે લોકો સુધી પૂરા વિશ્વાસ સાથે પહોંચે તેવા પ્રયાસો આવકાર્ય, તેમાં અંતરાયો અસ્વીકાર્ય..આપણાં વડાપ્રધાન મોદીએ જે 3 લેબની મુલાકાત લીધી તે કાંઇ વિજ્ઞાનીઓની ટીમને કેસરી ખેસ પહેરાવવા નહોતા ગયા. પરંતુ તેમનો ઉત્સાહ વધારવા ગયા હતા. ભારતમાં એક પણ વડાપ્રધાન એવો બતાવો કે જેમણે આ રીતે જાનનું જોખમ લઇને ખતરનાક રોગ-વાઇરસની રસી બનતી હોય તેની મુલાકાત લીધી હોય….?! મોદીએ તે કરી બતાવ્યું છે…

રસીનો વિરોધ કરનારાઓને મોદી સરકારે યોગી આદિત્યનાથને સૌંપી દેવા જોઇએ….કાં તો ધાંય….ધાંય… કાં તો રામ નામ સત હૈ….યા પછી એની માલમિલ્કત જપ્ત….!!!

યુપી સહિત સમગ્ર દેશના વિવિધ રાજ્યોમાં રસી મૂકવાની કામગીરી શરૂ થશે ત્યારે લોકો રસી મૂકાવવા લાઇનમાં ઉભા છે એવી તસ્વીરો અખબારોમાં જોવા મળે તે દૂર નથી…..એ ફોટા જોઇને વળી પાછા શશી થરૂર જલૂલ…જલૂલ… બોલશે- બીજી નોટબંધીની લાઇનો….!!

ભારતે કોરોની મહામારીમાં ઘણું ગુમાવ્યું છે. ભારતની અર્થતંત્રની ગાડી પાટા ઉપર આવી રહી છે અને જિસકા મુઝે થા ઇન્તજાર વો ઘડી આ ગઇ…..ની જેમ રસી મૂકવાનો સમય આવી પૂગ્યો છે ત્યારે આપણે તેના વધામણાં કરવા જોઇએ..

કોઇ વળી પાછા એમ ના કહેતા કે હું તો 12.39ના વિજય મહુર્તમાં જ રસી મૂકાવીશ….!! રસીને આવકારવાના ફોટા જોવા મળશે. રસી સાથેની સેલ્ફી લેતા જોવા મળશે- વિડિયો ઉતારશે…અને કોઇ ટીવી મિડિયાનો કર્મી રસી લેનારને ઉત્સાહમાં આવીને જોર જોરથી પૂછશે- કેવું લાગે છે…રસી લીધા બાદ હવે કેવી લાગણી અનુભવો છો….!! પેલો સામુ ફટકારશે- રસ અંગે જાણવાની આટલી કૂદક ફૂદક થતી હોય તો તું લે ને રસી….!!

રસીબાઇ….ભારતમાં તમારૂ સ્વાગત છે….વેલકમ….

બેહજાર એકવીસ-2021ની એક જ વિશ—ગો કોરોના ગો….કમ વેક્સિન…કમ…!!

 25 ,  1