સેવા, સાદગી અને માનવતાના ‘રતન’ છે ટાટા

ચમક, દમક, ઝાકમઝોરથી દુર ઉજવ્યો 84મો જન્મદિવસ : Video

દેશના મોટા ઉદ્યોગપતિ રતન ટાટા તેમની સાદગી માટે જાણીતા છે. રતન ટાટા જમીન સાથે કેટલા જોડાયેલા છે તેની ઝલક તેમના જન્મદિવસની ઉજવણીમાં પણ જોવા મળી હતી. રતન ટાટાએ કોઈપણ ભવ્ય પાર્ટી અથવા ફેન્સી ડેકોરેશન અને કેક વિના તેમની બર્થ ડે ઉજવણીને સરળ રાખવાનું પસંદ કર્યું. એટલું જ નહીં, એક નાના કપમાં મીણબત્તી રાખી, ફૂંકી 84માં જન્મ દિવસની ઉજવણી કરી હતી.

લાવિશ વેન્યૂ નહીં, કોસ્ટલી ડેકોરેશન નહીં અને કોઈ મોટા ગેસ્ટ નહીં છતાં રતન ટાટાના બર્થડે સેલિબ્રેશનની દેશભરમાં નોંધ લેવાઈ. જેમણે લગભગ રૂ. 25 લાખ કરોડનું સામ્રાજ્ય ઉભું કર્યું એવા આ દેશના ‘રતને’ મોંઘી થ્રી લેયર્ડ કેકને બદલે સિંગલ કેન્ડલવાળી 10-20 રૂપિયાની કપકેપ પસંદ કરી. 28 ડિસેમ્બરે રતન ટાટા 84 વર્ષના થયા. તેમના આ બર્થડે સેલિબ્રેશનનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, રતન ટાટા સાદગીપૂર્ણ રીતે જન્મદિવસ મનાવી રહ્યા છે. રતન ટાટાની સાથે યંગ બિઝનેસમેન શાંતનુ નાયડુ પણ છે.

30 સેકન્ડની આ વીડિયો ક્લિપમાં રતન ટાટા શાંતનું નાયડુ સાથે જોવા મળે છે. વીડિયોની શરૂઆતમાં તેઓ કપકેક પર લાગેલી કેન્ડલ બુઝાવે છે અને સાથેસાથે તેનો વીડિયો પણ બનાવી રહ્યા છે. આ સમયે પાસે બેઠેલો શાંતનું તાળીઓ પાડી તેમને શુભકામના આપે છે. બાદમાં શાંતનું ઉભા થઈને પ્રેમથી રતન ટાટાના ખભા અને પીઠ પર હાથ મૂકે છે. ત્યારબાદ તેમને કપકેકમાંથી નાનકડો ટૂકડો ખવડાવે છે. આ વીડિયો સામે આવતાં રતન ટાટા પર શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે. સૌ કોઈ આ સાદગીપૂર્ણ સેલિબ્રેશનની પ્રશંસા કરી રહ્યા છે.

 83 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી