રતન ટાટા બનાવશે દેશને ફિટ…!ફિટનેસના ધંધામાં કર્યું કરોડોનું રોકાણ…

ભારતીય ફિટનેસ અને વેલનેસ બજાર વાર્ષિક 20 ટકાના દરે વૃદ્ધિ પામી રહ્યું છે

કોરોનાના કપરા સમયમાં જ્યાં એકતરફ બધું જ બંધ છે .કોરોના સમયગાળામાં રોગપ્રતિકારક શક્તિ માટે સારી તંદુરસ્તી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સમયમાં સિનેમાહોલ,બજારો અને જિમખાનાઓ પણ ખુલ્યા નથી .એવામાં આ બધા સેક્ટરોને બહુ મોટો આંચકો લાગ્યો છે .લોકોને પોતાની ફિટનેસની ચિંતા વધી રહી છે .એવામાં દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ એવા ‘રતન ટાટા’એ યુવાનો અને સામાન્ય લોકોને તંદુરસ્ત અને ફિટ રાખવા માટે ફિટનેસના બિઝનેસમાં રોકાણ કરવાનું નક્કી કર્યું છે .

હાલની પરિસ્થિતિને જોતા લોકોમાં ફિટનેસની માંગ વધી રહી છે. આ તકનો લાભ લેવા માટે દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટા પણ ફિટનેસના બિઝનેસમાં આવી રહ્યા છે.બિગ બાસ્કેટને પોતાનું બનાવ્યા પછી, ટાટા જૂથની એક શાખા ટાટા ડિજિટલ ફિટનેસ અને વેલબિંગ સ્ટાર્ટઅપ ક્યુરિફિટ હેલ્થકેર ખરીદી રહી છે.

મળતી માહિતી મુજબ ,ટાટા ડિજિટલે જણાવ્યું છે કે, તે ક્યુરફિટમાં લગભગ 550 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. જોકે કંપનીએ આ રોકાણમાંથી કેટલો હિસ્સો મેળવશે તેનો ખુલાસો કર્યો નથી. નોંધપાત્ર વાત એ છે કે, મે મહિનાના અંતમાં, ટાટા ડિજિટલે બિગ બાસ્કેટનું અધિગ્રહણ પૂર્ણ કર્યું. બિગ બાસ્કેટમાં કંપનીએ 64 ટકા હિસ્સો ખરીદ્યો છે. તાતા એન્ડ સન્સે ટાટા ડિજિટલને 2000 કરોડ રૂપિયા ફાળવ્યા છે જેથી ટાટા ડિજિટલ એક્વિઝિશન અને રોકાણ કરી શકે.

નોંધનીય છે કે ,ભારતીય ફિટનેસ અને વેલનેસ બજાર વાર્ષિક 20 ટકાના દરે વૃદ્ધિ પામી રહ્યું છે અને 2025 સુધીમાં તે 12 અબજ ડોલરની પહોંચવાની ધારણા છે. ટાટા ડિજિટલના જણાવ્યા અનુસાર, ક્યુરફિટ ટાટા ડિજિટલને સક્રિય આરોગ્ય વ્યવસ્થાપન જગ્યામાં વિસ્તૃત કરવામાં મદદ કરશે. ટાટા ડિજિટલ લિમિટેડ, ટાટા સન્સની 100% સહાયક કંપની, ક્યુરફિટ હેલ્થકેરમાં 75 મિલિયન ડોલરના રોકાણ માટે સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કર્યા છે.

હવે જોવાનું એ રહ્યું કે ,આ નવા ફિટનેસના બિઝનેસને પણ લોકો દ્વારા એટલો જ સારો પ્રતિસાદ મળે છે ? જેટલો ટાટા જૂથના અન્ય ધંધાઓને મળતો રહ્યો છે .

 54 ,  5