September 19, 2021
September 19, 2021

રતન ટાટાની કંપનીએ 10 વર્ષમાં રોકાણકારોને આપ્યું 4600% રિટર્ન

એક લાખ રૂપિયા બની ગયા 47 લાખ રૂપિયા

ટાટા ગ્રુપની કંપનીઓએ રોકાણકારોને જબરદસ્ત ફાયદો આપ્યો છે. છેલ્લા 10 વર્ષમાં ટાટા ગ્રુપની કંપનીઓએ હજાર ટકા જેટલું વળતર આપ્યું છે. જો આપણે ટાટા એલેક્સી લિમિટેડની વાત કરીએ તો કંપનીએ રોકાણકારોને 10 વર્ષમાં 4600%નું વળતર આપ્યું છે. જો કોઈ રોકાણકારે 10 વર્ષ પહેલા આ કંપનીમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેનું મૂલ્ય 47 લાખ રૂપિયાને વટાવી ચૂક્યું હોય.

ટાટા એલેક્સીએ છેલ્લા 10 વર્ષમાં 4600% વળતર આપ્યું છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)માંથી મેળવેલા ડેટા મુજબ, દસ વર્ષ પહેલા કંપનીના શેરનો બંધ ભાવ એટલે કે 9 સપ્ટેમ્બર, 2011ના રોજ 104.78 રૂપિયા હતો. જ્યારે આજે એટલે કે 9 સપ્ટેમ્બર, 2021ના ​​રોજ કંપનીના શેરનો બંધ ભાવ 4,926 રૂપિયા પર પહોંચી ગયો છે. આ સમયગાળા દરમિયાન કંપનીના શેરમાં 47 ગણો વધારો જોવા મળ્યો છે.

જો કોઈ રોકાણકારે 10 વર્ષ પહેલા 104.78 રૂપિયાના ભાવે એક લાખ રૂપિયાના શેર ખરીદ્યા હોત તો રોકાણકારને 954 શેર મળ્યા હોત. જેની કિંમત 4926 મુજબ વધીને આજે 47,01,279 લાખ રૂપિયા થઈ ગઈ હોત. એટલે કે કંપનીએ તેના રોકાણકારોને સમૃદ્ધ બનાવવા માટે કોઈ કસર છોડી નથી.

કંપનીના શેરમાં તેજી

નેશનલ સ્ટોક એક્સચેન્જમાં ગઇકાલે કંપનીના શેરમાં 1.47 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. છેલ્લા એક મહિનામાં કંપનીએ રોકાણકારોને 16%થી વધુ વળતર આપ્યું છે. જ્યારે છેલ્લા 6 મહિનામાં કંપનીએ રોકાણકારોને 83% વળતર આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, કંપનીએ ચાલુ વર્ષમાં 164% વળતર આપ્યું છે. છેલ્લા એક વર્ષમાં કંપનીનું વળતર 291% રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં કંપનીએ રોકાણકારોને 500%થી વધુ વળતર આપ્યું છે.

નિષ્ણાતોની સલાહ બાદ જ કરો રોકાણ

તમને જણાવી દઈએ કે, અમે તમને અહીં કોઈપણ શેરમાં રોકાણ કરવાની સલાહ નથી આપી રહ્યા. શેરબજારમાં રોકાણ સેબીમાં રજીસ્ટર્ડ નિષ્ણાતની સલાહ લીધા બાદ જ કરવું જોઈએ. નિષ્ણાતની સલાહ લીધા વિના રોકાણ કરવું નુકસાનકારક થઈ શકે છે. શેરબજારમાં જોખમ વધારે છે. આવી સ્થિતિમાં નિષ્ણાતો ઈક્વિટીમાં લૉંગ ટર્મ સુધી રોકાણ કરવાની ભલામણ કરે છે.

 61 ,  1