રથયાત્રા: શાંતિ પુર્ણ રીતે સંપન્ન,ત્રણેય રથ નીજ મંદિરે પરત ફર્યા

અમદાવાદ ખાતે આજે યોજાયેલી ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા શાંતિપુર્ણ રીતે સંપન્ન થઈ…આ માટે ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ નગરજનો તથા ખાસ કરીને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેરે જાળવવા બદલ અને કોઈ પણ અનિચ્છનીય ઘટના નથી બની તેવો બંદોબસ્ત જાળવવા બદલ પોલીસ અધિકારીઓ-જવાનોનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.


રાજ્યના મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાજ્યના સૌથી મોટા લોકોત્સવ જેવી રથયાત્રા પુર્ણ થઈ અને ત્રણેય રથ નીજ મંદિરે પરત ફર્યા. અત્રે ઉલ્લેખનીય છે કે, કોમી એખલાસ અને શાંતિપુર્ણ ધાર્મિક વાતાવરણમાં સદભાવથી આ ૧૪૨મી રથયાત્રા સંપન્ન થઈ તે માટે લગભગ ૨૫ હજારથી વધારે જવાનોએ ખડે પગે ફરજ બજાવીને ફરજનિષ્ઠાના દર્શન કરાવ્યા છે.

ગુજરાત જ નહી પરંતુ દેશ આખાની આસ્થા કેંદ્ર સમી ભગવાન જગન્નાથજીની રથયાત્રા રંગે ચંગે અને શાંતિપુર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે રાજ્ય સરકારે વિશેષ તકેદારી રાખી હતી. રથયાત્રાનો બંદોબસ્ત મુવિંગ, સ્ટેટીક (રૂટ તથા સંવેદનશીલ વિસ્તારોના ડીપ પોઈન્ટ સહિત), ટ્રાફિક, રથાયાત્રા સિવાયનો અને કન્ટીજન્સી એમ પાંચ ભાગમાં વહેંચાયો હતો.

સાથે સાથે ચેતક કમાન્ડો, ડોગ તથા હેંડલર, નેત્ર ટીમ, પી.સી.આર, એસ.આર.પી. તથા પેરામીલેટ્રી ફોર્સ મળી કુલ ૨૫,૮૦૫ જેટલા અધિકારી / કર્મચારીઓના બંદોબસ્તના પગલે રથયાત્રા સંપન્ન થઈ છે.

 31 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી