રથયાત્રાની જળયાત્રાને મળી મંજૂરી, જાણો શું લેવાયો નિર્ણય

જળયાત્રામાં નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હાજર રહેશે

  • 108 કળશની જગ્યાએ માત્ર પાંચ કળશનો ઉપયોગ કરવો
  • 18 ગજરાજ નહીં હોય માત્ર 1 ગજરાજ યાત્રામાં જોડાશે
  • મંદિરના ગાદીપતિ અને ટ્રસ્ટી યાત્રામાં જોડાશે
  • યાત્રામાં કોઈ અખાડા જોડાશે નહીં
  • 50થી વધુ લોકો યાત્રામાં ભાગ લઈ શકશે નહીં

અમદાવાદની સુપ્રસિદ્ધ ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા 12 જૂલાઈના રોજ આવી રહી છે. પરંતુ કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને જોતાં રથયાત્રા કાઢવી કે નહીં તેને લઈને સરકાર અસમંજસમાં છે. ત્યારે આ વચ્ચે રથયાત્રા પહેલા યોજાતી જળયાત્રાને મંજૂરી મળી છે. 108 કળશને બદલે માત્ર 5 કળશ સાથે જળયાત્રા યોજવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ જળયાત્રામાં કોઈ પણ ભજન મંડળી સામેલ નહિ થઈ શકે. આ વર્ષની જળયાત્રામાં નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હાજર રહેશે. 24 જૂનના દિવસે જળયાત્રા યોજાનાર છે.

144 મી ભગવાન જગન્નાથજી મંદિરની રથયાત્રાની જળયાત્રાના આયોજનને લઈને આજે મિટિંગ યોજાઈ હતી. જેમાં જળયાત્રા યોજવાનો નિર્ણય લેવાયો છે. સાથે જ મિટંગના અંતે નક્કી કરાયુ કે, જળયાત્રામાં શક્યો હોય તો ગજરાજને પણ હાજર રાખવામાં નહિ આવે. જો જરૂર હશે તો માત્ર એક જ ગજરાજ રાખવામાં આવશે. જળયાત્રામાં 50 થી ઓછા લોકોની હાજરી રહેશે. જેઓ મંદિરના જ સભ્યો હશે. સામાન્ય નાગરિકો રથયાત્રામાં નહિ જોડાઈ શકે. 

 82 ,  1