પુરીના જગન્નાથ મંદિરમાં જ રથયાત્રા કાઢવાની કોર્ટે મંજૂરી આપી

પુરી સિવાય અન્ય સ્થળોએ રથયાત્રા કાઢવાની પિટિશનો સુપ્રીમ કોર્ટે ફગાવી

કોરોનાના નવા ડેલ્ટા પ્લસ વેરિયન્ટના વધતા પ્રકોપ અને ત્રીજી લહેરની આશંકાના પગલે ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે સમગ્ર ઓડિશામાં રથયાત્રા કાઢવા પર પ્રતિબંધ મૂક્યો છે. કોર્ટે ફક્ત પુરીના જગન્નાથ મંદિરમાં જ રથયાત્રા કાઢવાની મંજૂરી આપી છે. મંગળવારે સુપ્રીમ કોર્ટે રાજ્યભરમાં રથયાત્રા નિકાળવા માટે દાખલ કરેલી અરજીને ફગાવી દીધી છે તેમજ સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે કોવિડના ફેલાવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને ઓડિશા સરકારના આદેશથી સંમત છે.

ઓડિશા સરકારે ફક્ત પુરીમાં જ રથયાત્રા નિકાળવાની મંજૂરી આપી છે અને અન્ય તમામ જગન્નાથ મંદિરોના મંદિર પરિસરમાં ધાર્મિક વિધિની મંજૂરી આપી છે. કોર્ટમાં દાખલ કરેલી અરજીઓમાં બરીપાડા, સાસાંગ અને ઓડિશાના અન્ય શહેરોમાં રથયાત્રા માટે પરવાનગી માંગવામાં આવી હતી, પરંતુ રથયાત્રા માટે સર્વોચ્ચ અદાલતની મંજૂરી મળી નથી.

સુપ્રીમ કોર્ટે તમામ અરજીઓને નકારી કાઢીને કહ્યું કે, અમને આશા છે કે ભગવાન આપણને આગામી વર્ષે આ ધાર્મિક વિધિઓ કરવા અનુમતિ આપશે. મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમણે અરજદારોને કહ્યું, ‘તમે ભગવાનને પ્રાર્થના કરવા માંગો છો. તમે ઘરેથી પણ કરી શકો છો. હું પણ પુરી જવાની ઇચ્છા કરતો હતો, પરંતુ હું છેલ્લા દોઢ વર્ષથી જઈ શક્યો નહીં. સરકારે પુરી સિવાય અન્ય સ્થળોએ રથયાત્રા કાઢવાની મંજૂરી આપી નથી. આ અગાઉ સોલિસીટર જનરલ તુષાર મહેતાએ સૂચન આપ્યું હતું કે લોકોની મર્યાદિત સંખ્યા કરી અને પ્રતિબંધો સાથે મંજૂરી આપી શકાય છે.

 18 ,  1