સરકારનો નિર્ણય, રેશનકાર્ડ ધારકોને મળશે 1 લીટર કપાસિયા તેલ..

71 લાખ રેશનકાર્ડ ધારકોને મળશે લાભ

આજે ગુજરાત સરકારની કેબિનેટ બેઠક મળી હતી. જેમાં આગામી દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 71 લાખ જેટલા રેશનકાર્ડ ધારકોને તેલ આપવામાં આવશે.

કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે માહિતી આપતા સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ જણાવ્યું કે, દિવાળી નિમિત્તે રેશનકાર્ડ ધારકોને રાજ્ય સરકાર મોટી ભેટ આપવા જઈ રહી છે. જેમાં 35 લાખ રેશનકાર્ડ ધારકોની જગ્યાએ હવેથી 71 લાખ રેશનકાર્ડ ધારકોને તેલ આપવામાં આવશે. NFSA કાર્ડ ધારકોને રેશન કાર્ડ દીઠ 1 લીટર કપાસિયા તેલ આપવામાં આવશે.

 74 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી