NDTVના રવીશ કુમારને 2019નો ‘રેમન મેગ્સેસે’એવોર્ડ એનાયત

પત્રકાર જગતમાં પોતાની એક અલગ ઓળખ બનાવી ચૂકેલા NDTV ઈન્ડિયાના મેનેજિંગ એડિટર રવીશ કુમારને એક વાર ફરી સન્માનિત કરવામાં આવ્યા છે. આ વખતે તેમને વર્ષે 2019ના ‘ રેમન મેગ્સેસે’ એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે. રવીશ કુમારને આ એવોર્ડ હિન્દી ટીવી પત્રકારત્વમાં તેમના યોગદાન માટે આપવામાં આવ્યો છે.

રેમન મેગ્સેયસેયને એશિયાનો નોબેલ પુરસ્કાર માનવામાં આવે છે. નોંધનીય છે કે, રેમન મેગ્સેયસેય એવોર્ડ એશિયાના વ્યક્તિઓ અને સંસ્થાઓને તેમને તેમના ક્ષેત્રમાં વિશેષ રીતે કામ કરવા માટે આપવામાં આવે છે. આ પુરસ્કાર ફિલીપાઈન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રેમન
‘ રેમન મેગ્સેસે’ ને યાદ કરીને આપવામાં આવે છે.

પુરસ્કાર સંસ્થાએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે, રવીશ કુમારને આ સન્માન અવાજ વગરના લોકોનો અવાજ બનવા માટે આપવામાં આવે છે. રેમન ‘ રેમન મેગ્સેસે’ એવોર્ડ ફાઉન્ડેશને આ વિશે કહ્યું છે કે, રવીશ કુમારનો કાર્યક્રમ ‘પ્રાઈમ ટાઈમ’ સામાન્ય જનતાની વાસ્તવિકતા સાથે જોડાયેલો કાર્યક્રમ છે. એવોર્ડ સંસ્થાએ કહ્યું છે કે, જો તમે લોકોનો અવાજ બન્યા છો તો તમે સાચા પત્રકાર છો. રવીશ કુમાર આવા છઠ્ઠા પત્રકાર છે જેમને આ એવોર્ડ મળ્યો છે. આ પહેલાં અમિતાભ ચૌધરી (1961), બીજી વર્ગીસ (1975), અરુણ શૌરી (1982), આરકે લક્ષ્મણ (1984) અને પી. સાઈનાથ (2007)ને આ પુરસ્કાર મળ્યો છે.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી