September 26, 2022
September 26, 2022

જાડેજાએ માંજરેકરને આપ્યો કરારો જવાબ, કહ્યું, તમારાથી ડબલ મેચ રમી છે…

રવિન્દ્ર જાડેજાએ પૂર્વ ક્રિકેટર અને કમેન્ટર સંજય માંજરેકરની એ ટિપ્પણીનો સખ્ત જવાબ આપ્યો છે. જેમાં તેમણે જાડેજાને પ્લેઈંગ 11માં સામેલ કરવાનો વિરોધ કર્યો હતો. જાડેજાએ બુધવારે એક ટ્વીટ કર્યું હતું. તેમાં સંજય માંજરેકરને ટેગ કરતા કહ્યું કે હું અત્યાર સુધીમાં તમારા કરતા બે ગણી મેચ રમી ચૂક્યો છું અને રમી રહ્યો છું.

વધુમાં તેમણે કહ્યું, લોકોનું સન્માન કરતા શીખવું જોઈએ જેણે કંઇક હાસિલ કર્યું છે. તમારી આ બુરાઈ વિશે ઘણું સાંભળ્યું છે.’ બીજા લોકોએ જે પ્રાપ્ત કર્યું છે, તેનું સન્માન કરવાનું શીખવું જોઈએ. હું તમારા વર્બલ ડાયરિયા ખૂબ જ સાંભળી ચૂક્યો છું. રવિન્દ્ર ટીમ ઈન્ડિયાની વર્લ્ડ કપ ટીમ છે, પરંતુ અત્યાર સુધીમાં તેમને કોઈ પણ મેચની પ્લેઈંગ 11માં સામેલ કરવામાં આવ્યા નથી.

માંજરેકરે આ પહેલા કહ્યું હતું, મને તે ખેલાડી પસંદ આવતા નથી જે કટકામાં પ્રદર્શન કરતા હોય, જેમ કે આજકાલ રવિન્દ્ર જાડેજા વનડેમાં પ્રદર્શન કરી રહ્યો છે. તો ટેસ્ટ મેચોમાં તે પૂર્ણ રીતે બોલર છે. હું 50 ઓવર ક્રિકેટ માટે પ્લેઇંગ-11મા બેટ્સમેન કે અથવા કોઈ સ્પિનરને સામેલ કરવા ઈચ્છીશ.

 45 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી