જાણો કાચી અને પાકી કેરી ખાવાના થતા આ ફાયદાઓ વિશે…

કેરીને ફળોના રાજા કહેવામાં આવે છે. ખરેખર, કેરીમાં એવા અનમોલ ગુણો છુપાયેલા છે કે જેના કારણે તેને ફળોના રાજા કહેવામાં આવે છે. એક પાકી કેરી વિવિધ કુદરતી તત્વોથી ભરપુર હોય છે. કેરીમાં વિટામિન સી ઉપરાંત એનર્જી, ફાઇબર, કાર્બાહાઇડ્રેડ, પ્રોટીન,ફેટ, વિવિધ પ્રકારના વિટામિન એ,ઇ,સી અને કે હોય છે. આ ઉપરાંત કેરીમાં સોડીયમ, પોટેશીયમ, કેલ્શિયમ, કોપર વગેરે જેવા આવશ્યક તત્વો હોય છે.

પાકી કેરી ખાવાના થતા ફાયદાઓ:

પાકી કેરી ખાવાથી શરીરના સાત ઘાતુ એટલે રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને વીર્યની વૃદ્ધિ થયા છે. દુબળા પતલા બાળકો, વૃધ્ધો અને શરીરે નબળા લોકો માટે સર્વોત્તમ ઓષધી છે. પાકી કેરીની છાલ ઉતારી ટૂકડા કરવા તેના ઉપર મધ આદુનુ ખમણ – સુઠ નાખી બપોરે સાંજે ખાવી આ પ્રયોગ સાત દિવસ કરવાથી શરીરની અંદરની સફાઇ થાય છે. પ્રયોગ દરમ્‍યાન બીજુ કશુ જ ખાવુ નહી. આ પ્રયોગથી બળ, વીર્ય, રકત, માસ, ઓજસની વૃધ્‍ધિ થાય છે.

કેરીના પાનને સળગાવીને ગળાની અંદર ધુણો આપવાથી કેટલાયે રોગ દૂર થાય છે. જીવ મચલાતો હોય, પેટમાં બળતરા થતી હોય તો કેરીના 5 ગ્રામ ગર્ભને લઈને દહીની સાથે ભેળવીને સેવન કરવાથી પેટની બળતરા અને જીવ મચલાતો હશે તે પણ બંધ થઈ જશે.

કાચી કેરી ખાવાના થતા ફાયદાઓ:

ઉનાળાની ગરમીમાં લૂથી બચવાથી લઇને પેટમાં ટાઢક સુધીનું કામ કેરી કરે છે. પરંતુ અહીં આપણે કાચી કેરીના કેટલાક ફાયદા જોઇશું જેને જાણ્યા પછી તમે પણ કાચી કેરી ખાતા થઇ જશો…

કાચી કેરીને પાણી સાથે ખાવાથી શરીરમાં પાણીની અછત નથી સર્જાતી કાચી કેરીમાં મોટા પ્રમાણમાં ફાયબરની માત્રા જોવા મળે છે. જે શરીરની વધારાની ચરબીને દૂર કરે છે. સાથે જ કેરીમાં કુદરતી ગ્લુકોઝ ખુબ ઓછા માત્રામાં હોય છે જેના કારણે શરીરમાં વજન વધવાની શક્યતા નહીંવત થઈ જાય છે.

કાચી કેરીથી લિવરની સમસ્યામાં સુધારો લાવી શકાય છે. કાચી કેરી લિવરની કામગીરીને સુધારવાનો એક કુદરતી ઉપાય છે. લિવરમાં પિત્ત અને એસિડના કારણે અનેક જાતના રોગ થાય છે. લિવરમાં પિત્ત અને એસિડના કારણે અનેક જાતના રોગ થાય છે. કાચી કેરી આંતરડામાં થતા સંક્રમણને પણ દુર કરે છે.

 124 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી