RBIએ ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવા મામલે બદલ્યો આ નિયમ

ઇન્ટરનેટ વગર ટૂંક સમયમાં થઈ શકશે ડિજિટલ પેમેન્ટ : RBI ગવર્નર

ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે આજે નાણાકીય નીતિનો સમીક્ષા રિપોર્ટ રજૂ કર્યો હતો જેમાં રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં કોઇ બદલાવ કર્યો નથી જેના પગલે રેપો પેટ 4 ટકા અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા યથાવત છે. જોકે, પરંતુ ડિજિટલ પેમેન્ટની દુનિયા બદલવા માટે મોટી જાહેરાત કરવામાં આવી છે.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે આઈએમપીએસ સર્વિસને લઈને મોટી જાહેરાત કરી છે. હવે ગ્રાહક એક દિવસમાં 5 લાખ રૂપિયા સુધીનું ટ્રાન્ઝક્શન કરી શકશે. આ પહેલા આ લિમિટ 2 લાખ રૂપિયાની હતી. તમને જણાવી દઈએ કે ભારતમાં ઓનલાઈન બેન્કિંગના માધ્યમથી ક્યારેય પણ ક્યાંય પણ પૈસા મોકલી શકાય છે. પરંતુ પૈસા મોકલવાની રીત અલગ અલગ છે. હકીકતે ઓનલાઈન બેન્કિંગથી પૈસા મોકવાની પણ ત્રણ રીતો છે. જેના દ્વારા એમાઉન્ટ ટ્રાન્સફર થાય છે. તેમાં આઈએમપીએસ, ઈનએફટી, આરટીજીએસનું નામ શામેલ છે. તેમજ જણાવ્યું હતું કે દેશમાં ઈન્ટરનેટ વગર ખૂબ જ જલ્દી ડિજિટલ પેમેન્ટ થઈ શકે છે. તેનો હેતુ ઇન્ટરનેટ નેટવર્કના દૂરના અથવા દુર્ગમ વિસ્તારોમાં લોકોને ડિજિટલ ચૂકવણી કરવાની સુવિધા પૂરી પાડવાનો છે. ઉપરાંત, આ અર્થતંત્રને કેશલેસ બનાવવામાં મદદ કરશે.

શક્તિકાંત દાસે કહ્યું કે આ માટે પાયલટ પ્રોજેક્ટ ચલાવવામાં આવ્યો હતો. હવે રિઝર્વ બેંક ઓફલાઇન મોડમાં રિટેલ ડિજિટલ પેમેન્ટ માટે એક માળખું બનાવવાની છે.

એટલું જ નહીં રિઝર્વ બેંક ઈમીડિયેટ મોબાઈલ પેમેન્ટ સર્વિસ (IMPS)દ્વારા થતા ઓનલાઈન પેમેન્ટની લિમિટ પણ વધારી દીધી છે. RBIના નવા નિર્ણય બાદ ગ્રાહક આઈએમપીએસ દ્વારા 5 લાખ રૂપિયા સુધીની લેવડ દેવડ કરી શકે છે. આ અગાઉ આ લિમિટ 2 લાખ રૂપિયાની હતી. આપને જણાવી દઈએ કે, આઈએમપીએસથી પૈસા ટ્રાંસફર કરવા પર કેટલીય કોઈ બેંક કોઈ ફીસ લેતી નથી.

નોંધનીય છે કે, રિઝર્વ બેન્કે સતત 8મી વખતે નીતિગત વ્યાજ દરોમાં કોઇ ફેરફાર કર્યો નથી.

 114 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી