સરકારનો નિર્ણય- RBI ગવર્નર શક્તિકાંત દાસનો કાર્યકાળ 3 વર્ષ માટે લંબાયો

RBI ગવર્નર શક્તિકાંત દાસ ડિસેમ્બર 2024 સુધી રહેશે કાર્યરત

કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લેતા શક્તિકાંત દાસનો કાર્યકાળ વધારવાનો નિર્ણય લીધો છે. તેમને આગામી 3 વર્ષ માટે RBI ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. કેબિનેટ નિમણૂક સમિતિએ ગુરુવારે મોડી રાત્રે આ નિર્ણયને મંજૂરી આપી હતી. શક્તિકાંત દાસ અગાઉ નાણા મંત્રાલયમાં આર્થિક બાબતોના સચિવ હતા. તેમને 11 ડિસેમ્બર, 2018 ના રોજ ત્રણ વર્ષના સમયગાળા માટે સેન્ટ્રલ બેંક RBIના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

RBI એક્ટ સરકારને આરબીઆઈ ગવર્નરનો કાર્યકાળ નક્કી કરવાની મંજૂરી આપે છે પરંતુ તે પાંચ વર્ષથી વધુ ન હોઈ શકે. જો કે, સરકાર ઈચ્છે તો સતત બીજી વખત RBI ગવર્નરના પદ પર કોઈની નિમણૂક કરી શકે છે. જોકે એસ. વેંકટરામનનો કાર્યકાળ રઘુરામ રાજનના કાર્યકાળ કરતાં પણ ઓછો હતો તેઓ 2 વર્ષ સુધી RBI ગવર્નર હતા.

 15 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી