September 24, 2020
September 24, 2020

RBIના વ્યાજદરમાં કોઈ ફેરફાર નહિ, રેપો રેટ યથાવત

છેલ્લા 100 દિવસમાં રીવર્સ રેપો રેટ 155 બેસિસ પોઈન્ટ એટલેકે 1.55% ઘટ્યા

RBI ગવર્નર શક્તિકાંત દાસે આ વખતે રેપો રેટમાં કોઈ બદલાવ નથી કર્યો. તે પહેલાની જેમ 3.35 ટકા પર જ બનેલો રહેશે. જુનમાં વધેલો મોંઘવારી દરને જોતા તે અંદાજો લગાવામાં આવી રહ્યો હતો કે RBI આ વખતે રેપો રેટમાં કોઈ બદલાવ નથી કર્યો. આ વર્ષ જુનમાં એનુઅલ ઈનફ્લેક્શન રેટ માર્ચના 5.84 ટકાના મુકાબલે વધીને 6.09 ટકા થઈ ગયો છે. આ RBI ના મીડિયમ ટર્મ ટારગેટથી વધારે છે. RBI નો આ ટાર્ગેટ 2-6 ટકા છે.

રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે બેઠકના નિર્ણયોની જાણકારી આપતા જણાવ્યું હતું કે રેપો રેટને 4% પર સ્થાયી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો રિવર્સ રેપો રેટ પણ 3.35% પર સ્થિર છે.

કોરોના યુગમાં રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમીક્ષાની આ ત્રીજી બેઠક હતી. કોરોના સંકટને લીધે આ અગાઉ બે વાર બેઠક યોજાઈ છે. પ્રથમ બેઠક માર્ચમાં અને પછી બીજી બેઠક મે 2020 માં મળી હતી. આ બંને બેઠકોમાં રિઝર્વ બેન્કના કુલ રેપો રેટમાં 1.15 ટકાનો ઘટાડો થયો હતો. ગયા વર્ષે એટલે કે ફેબ્રુઆરી, 2019 પછી રેપો રેટમાં 2.50 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.

 103 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર