RBI આગામી વર્ષે લોન્ચ કરી શકે છે ઈન્ડિયાની ડિજીટલ કરન્સી

ભારતની પોતાની હશે ક્રિપ્ટોકરન્સી!

ભારતીય રિઝર્વ બેંક (RBI) આગામી વર્ષે પોતાની ડિજિટલ કરન્સી લોન્ચ કરી શકે છે જેના પગલે બેંક તેના માટે સતત કામ કરી રહી છે એટલું જ નહીં બેંકે એક પ્લાન પણ બનાવ્યો છે. એક અહેવાલ પ્રમાણે ભારતીય સ્ટેટ બેંક (SBI) ના ‘બેન્કિંગ એન્ડ ઇકોનોમિક કોન્ક્વેલ’ માં કેન્દ્રીય બેંકના એક વરિષ્ઠ અધિકારીએ તેની સંપૂર્ણ સંભાવના વ્યક્ત કરી છે.

અંગ્રેજી દૈનિકે RBIના ડિપાર્ટમેન્ટ ઓફ પેમેન્ટ્સ એન્ડ સેટલમેન્ટ્સના ચીફ જનરલ મેનેજર પી. વાસુદેવનને ટાંકીને લખ્યું છે કે આગામી વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં પ્રાયોગિક ધોરણે ડિજીટલ કરન્સી જારી કરવામાં આવી શકે છે. તેથી અમે તેના વિશે એકદમ બુલિશ છીએ.

RBI આગામી વર્ષે પ્રથમ ત્રિમાસિકમાં સેન્ટ્રલ બેંક ડિજીટલ કરન્સી (CBDCs) લોન્ચ કરી શકે છે. આ ડિજીટલ અથવા વર્ચ્યુઅલ કરન્સી હશે. જોકે તે ભારતની મૂળ ચલણનું ડિજિટલ સ્વરૂપ હશે, એટલે કે તે માત્ર ડિજિટલ રૂપિયો હશે.

આ અગાઉ RBIના ગવર્નર શક્તિકાંત દાસે આવતા વર્ષ ડિસેમ્બર સુધી CBDCs ના સોફ્ટ લોન્ચની સંભાવના વ્યક્ત કરી હતી. જોકે તેના માટે તેમણે કોઈ પણ પ્રકારની કોઈ ટાઇમલાઇન જણાવી નહતી.

વાસુદેવને જણાવ્યું કે CBDCs લોન્ચ કરવા એટલા સરળ નથી અને આવતીકાલથી તે લોકોના સામાન્ય જીવનનો હિસ્સો નહીં બની શકે. તેથી તેને લોન્ચ કરવાની કોઈ ઉતાવળ નથી. જ્યારે તેને લોન્ચ કરતા પહેલા ઘણા મુદ્દાઓ પર વિચાર કરવામાં આવી રહ્યો છે, જેમ કે તેની ભૂમિકા શું હશે? તે કેવી રીતે અમલમાં આવશે? તેને ઓળખવાની રીત શું હશે? તેનું વિતરણ કેવી રીતે કરવામાં આવશે? ઉપરાંત તે જથ્થાબંધ વ્યવસાય માટે ઉપયોગી થશે અથવા તેનો ઉપયોગ છૂટક વ્યવહારો માટે પણ થઈ શકે છે.

 74 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી