RBI Monetary Policy: નહીં વધે લોનના વ્યાજ દર

રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં, 4 ટકા પર યથાવત

ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટ, રિવર્સ રેપો રેટ, એમએસએફ રેટમાં કોઈ ફેરફાર નથી કર્યો. રેપો રેટ કોઈપણ ફેરફાર વગર 4 ટકા પર જાળવી રાખ્યો છે. એમએસએફ રેટ અને બેંક રેટ પણ કોઈપણ ફેરફાર વગર 4.25 ટકા રહેશે. જ્યારે રિવર્સ રેપો રેટ પણ કોઈપણ ફેરફાર વગર 3.35 ટકા રહેશે. આ જાણકારકી આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે આપી છે.

ભારતીય રિઝર્વ બેંક દ્વારા મોનેટરી પોલિસી કમિટી (MPC) ની બેઠકમાં રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે રેપો રેટ 4% અને રિવર્સ રેપો રેટ 3.35% રહેશે. દાસે કહ્યું કે, કોરોનાનો ખતરો હજુ ટળ્યો નથી. 

અપડેટ જારી…

 12 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી