નવા નાણાકીય વર્ષમાં RBIની પ્રથમ મોનેટરી પોલિસી સમીક્ષા બેઠકમાં આજે આમ જનતાને રાહત મળી છે. સતત બીજી વખત RBIએ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. આરબીઆઈના નિર્ણય બાદ રેપો રેટ 6.25 ટકામાંથી ઘટીને 6 ટકા થયો છે.
આ નિર્ણય બાદ સામાન્ય લોકો માટે બેંક પાસેથી લોન લેવાનું સસ્તું થશે અને ઈએમઆઈમાં ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. રેપો રેટ તે દર છે, જેની પર આરબીઆઈ બેન્કોને લોન આપે છે. તેમાં ઘટાડો થવાને કારણે બેન્કોને સસ્તી લોન મળે છે. જેથી બેન્કો પણ ગ્રાહકોને સસ્તા દરે લોન આપી શકે છે.
ગત વખતે બેન્કોએ વ્યાજ દરોમાં એટલો ઘટાડો કર્યો ન હતો, જેટલો આરબીઆઈએ રેપો રેટમાં ઘટાડો કર્યો હતો.
70 , 3