બજેટ બાદ પ્રથમ મોનિટરી પોલિસીમાં રેટ યથાવત, મિડલ ક્લાસને મળી ફરી નિરાશા

રેપો રેટ 4% અને રિવર્સ રેપો રેટ 3.35% યથાવત, હોમ અને ઓટો લોન હાલ સસ્તી થશે નહિ

RBI દ્વારા આજે ક્રેડિટ પોલીસીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં આ વખતે પણ વ્યાજદરમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. આમ બજેટ પછી આશા લગાવીને બેઠેલા મીડિલ ક્લાસના લોકોના હાથમાં ફરી એકવાર નિરાશા લાગી છે.

RBIના ગર્વનર શક્તિકાંત દાસે શુક્રવારના રોજ પત્રકાર પરિષદમાં ક્રેડિટ પોલીસીનું એલાન કર્યું છે. આરબીઆઇએ વ્યાજદરમાં કોઇ ફેરફાર કર્યો નથી. તેનો મતલબ રેપો રેટ હજી પણ 4 ટકા અને રિવર્સ રેપોરેટ 3.35 ટકા પર જ રહેશે.

RBI ગવર્નર શક્તિકાંત દાસે જાહેરાત કરી કે, 2021-22માં વિકાસ દર 10 ટકાથી વધુ રહેશે. જેથી અર્થવ્યવસ્થા ફરી પાટા પર આવી રહી છે. વ્યાજના દરોમાં ઘટાડાની આશા ઓછી હોવા છતા કેન્દ્રીય બેન્કથી બજારને આશા છે કે, તે પર્યાપ્ત માત્રામાં રોકડ સુનિશ્ચિત કરવાની વ્યવસ્થા કરશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણને પ્રોત્સાહન આપવા લોનની આવશ્યકતા જરૂરી છે. રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસની આગેવાનીવાળી એમપીસીની બેઠક સમાપ્ત થઈ છે. હજુ રેપો રેટ દર 4 ટકાના રેકોર્ડ સ્તરે નિચે છે. તો બીજી તરફ રિવર્સ રેપો રેટ 3.35 ટકા છે. બેન્ક ગયા વર્ષે ફેબ્રુઆરીથી રેપો રેટમાં 1.15 ટકાનો ઘટાડો કરી ચુકી છે.


આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું ઑક્ટોબર-ડીસેમ્બર મોંઘવારી 4.3% જોવા મળી શકે. રેટ કટનું ટ્રાન્ઝિશન સરળતાથી પાર પડ્યુ. RBI સિસ્ટમમાં પ્રવાહિતા પૂરી પાડવા કટીબધ્ધ છે. માગ વધતા રિવર્સ મનીમાં 14.5% વૃધ્ધિ જોવા મળી. FY22નો ગ્રોસ માર્કેટ ઋણનો અંદાજ ₹12 લાખ કરોડ છે. NBFCsનો TLTRO ON-TAP SCHEME માં સમાવેશ કરાયો.

આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું ON-TAP TLTRO હેઠળ NBFCsને બેન્ક ભંડોળ આપશે. CRRને માર્ચમાં 3.5% અને મેમાં 4% સુધી લવાશે. વધુ 6 માસ માટે MSFની છૂટ ચાલુ રહેશે. જૂન 2023થી HTM મર્યાદા રીસ્ટોર કરાશે. બેન્કો દ્વારા નવી MSMEલોનને પ્રોત્સાહિત કરાશે. MFI ધિરાણ માટે RBI ભિન્ન નિયમો ઘડશે.

આરબીઆઈ ગવર્નરે શક્તિકાંત દાસે કહ્યું રીટેલ રોકાણકાર RBI સાથે GILT ખાતુ ખોલાવી શકશે. રહીશ ભારતીયો NRIsનેIFSCsવડે નાણા મોકલાવી શકશે. રીટેલ વડે Primary Govt Bond Mktમાં રોકાણ શક્ય. Secondary Govt Bond Mkt મા રીટેલ રોકાણ શક્ય. Defaulted Corp Bondsની FPI રોકાણ મર્યાદા દૂર છે.

 201 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર