વ્યાજદરમાં કોઈ બદલાવ નહીં : RBIની ક્રેડિટ પોલીસી જાહેર

હાલ રેપો રેટ ચાર ટકાના રેકોર્ડ નીચલા સ્તર પર છે, સાથે જ રિવર્સ રેપો રેટ 3.35 ટકા છે

ભારતીય રિઝર્વ બેંક આજે ક્રેડિટ પોલીસીનું એલાન કર્યું. આજના એલાનમાં વ્યાજના દરોમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. RBIની નજર રાજકોષીય ખાધને ઓછી કરવા પર છે. મૌદ્રિક નીતિ સમિતિ નીતિગત વ્યાજ દરને સ્થિર રાખતા નરમ વલણને જારી રાખશે. સામાન્ય બજેટ 2021-22 રજૂ થયા બાદ પહેલીવાર રિઝર્વ બેંક ક્રેડિટ પોલીસીનું એલાન કરી રહી છે. વિશેષજ્ઞોનું માનવુ છે કે એમપીસી આ વખતે નીતિગત દર રેપોમાં કોઇ રીતે કપાત નહી કરે. રેપો તે દર છે જેના પર કેન્દ્રીય બેંક વાણિજ્યિત બેંકોને એક દિવસ માટે પૈસા ઉધાર આપે છે.

વ્યાજમાં કપાતની આશા ઓછી થવા છતાં કેન્દ્રીય બેંકથી બજારને અપેક્ષા છે કે તે પૂરતી લિક્વિડીટી સુનિશ્વિત કરવાની વ્યવસ્થા કરશે. માળખાગત ક્ષેત્રમાં રોકાણને પ્રોત્સાહન માટે લોનની ઉપલબ્ધતા જરૂરી છે.

મૌદ્રિક નીતિ પર વિચાર-વિમર્શ શરૂ

રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસની આગેવાની વાળી એમપીસીએ મૌદ્રિક નીતિ પર વિચાર-વિમર્શ શરૂ કરી દીધો છે. પાછલી ત્રણ મૌદ્રિક સમીક્ષા બેઠકોમાં એમપીસીએ વ્યાજ દરોમાં બદલાવ નથી કર્યો. હાલ રેપો રેટ ચાર ટકાના રેકોર્ડ નીચલા સ્તર પર છે. સાથે જ રિવર્સ રેપો રેટ 3.35 ટકા છે.

રિઝર્વ બેંકે છેલ્લે 22મે, 2020માં નીતિગત દરો સંશોધન કર્યુ હતું. તે સમય માંગને પ્રોત્સાહન માટે કેન્દ્રીય બેંકે મૌદ્રિક નીતિ સમિતિની સમીક્ષા બેઠકની રાહ જોયા વિના જ દરોમાં કપાત કરી હતી. કેન્દ્રીય બેંક ગત વર્ષે ફેબ્રુઆરીથી રેપો રેટમાં 1.15 ટકાનો ઘટાડો કરી ચુકી છે.

 80 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર