Mastercard પર RBIની કડક કાર્યવાહી

ડેબિટ,ક્રેડિટ કાર્ડ જાહેર કરવા પર પ્રતિબંધના આપ્યા આદેશ

ભારતીય રિઝર્વ બેંકે માસ્ટરકાર્ડ એશિયા પેસિફિક પર કડક કાર્યવાહી કરી છે જેને પગલે 22 જુલાઈથી તેના નવા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ તથા પ્રીપેડ કાર્ડને જાહેર કરવા માટે રોક લગાવી છે. રિઝર્વ બેંક દ્રારા આ કાર્યવાહી માસ્ટરકાર્ડની તરફથી જાહેર કરાયેલા આંકડાના નિયમોના પાલન ન કરતા પગલું ભર્યું છે. જોકે, બીજી બાજુ RBIએ કહ્યું કે, આ પગલાથી માસ્ટરકાર્ડના વર્તમાન ગ્રાહકો પર કોઈ અસર કરશે નહી.

સેન્ટ્રલ બેંકે કહ્યું કે માસ્ટરકાર્ડ સામે કાર્યવાહી કરવામાં આવી છે. કંપનીને પૂરતો સમય અને તક આપ્યા પછી પણ, તે ચુકવણી સિસ્ટમના ડેટાની જાળવણી અંગેના માર્ગદર્શિકાનું પાલન કરવામાં નિષ્ફળ ગઈ છે. આરબીઆઈના જણાવ્યા મુજબ આ નિર્દેશની અસર માસ્ટરકાર્ડના હાલના ગ્રાહકોને થશે નહીં.માસ્ટરકાર્ડ આપતી તમામ કાર્ડ આપતી બેંકો અને નોન-બેન્કોને આ સૂચનાનું પાલન કરવાની સલાહ આપશે.

માસ્ટરકાર્ડ એક પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર છે. જે દેશમાં કાર્ડ નેટવર્કને ઓપરેટ કરે છે. ઉલ્લેખનીય છે કે, RBIએ થોડા મહિના પહેલા જ અમેરિકન એક્સપ્રેસ અને ડિનર્સ કલ્બ ઈન્ટરનેશનલ પર પણ આ નિયમોનુ ઉલ્લંઘન કરવાના કારણે નવા કાર્ડ જાહેર કરવા પર રોક લગાવી હતી.

 54 ,  1