સુપર સન્ડે : હર્ષલ પટેલની હેટ્રિક, કોહલી સેનાનો ધમાકેદાર વિજય

KKR vs CSK: જાડેજાનો જાદુ, ચેન્નઈ પોઈન્ટ ટેબલમાં પ્રથમ

સુપર સન્ડેની બીજી મેચમાં હર્ષલ પટેલની હેટ્રિક અને ગ્લેન મેક્સવેલનું ઓલરાઉન્ડર પ્રદર્શનની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે આઈપીએલની 39મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 54 રને પરાજય આપી ટૂર્નામેન્ટમાં પોતાની છઠ્ઠી જીત મેળવી છે. આ સાથે યૂએઈની ધરતી પર સતત સાત હાર બાદ વિરાટ કોહલીની ટીમે જીતનો સ્વાદ ચાખ્યો છે. આ જીત સાથે બેંગલોરની ટીમ 12 પોઈન્ટ સાથે ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. જ્યારે મુંબઈની ટીમ 8 પોઈન્ટ સાથે ટેબલમાં સાતમાં સ્થાને છે. પ્રથમ બેટિંગ કરતા બેંગલોરે 165 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મુંબઈની ટીમ 111 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.

મુંબઈ ઈન્ડિયન્સને ડિ કોક અને રોહિત શર્માએ સારી શરૂઆત અપાવી હતી. બંનેએ પાવરપ્લેમાં 56 રન જોડ્યા હતા. મુંબઈને પ્રથમ ઝટકો 57 રન પર લાગ્યો હતો. ડિ કોક 23 બોલમાં 24 રન બનાવી ચહલનો શિકાર બન્યો હતો. ટીમનો સ્કોર 79 હતો ત્યારે રોહિત શર્મા 28 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 43 રન બનાવી આઉટ થયો હતો. રોહિતને મેક્સવેલે પેવેલિયન પરત મોકલી આપ્યો હતો.

પ્રથમ મેચમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ 2021 ની 38મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે રવિન્દ્ર જાડેજાની શાનદાર બેટિંગની મદદથી કોલકત્તાને રોમાંચક મેચમાં 2 વિકેટે પરાજય આપીને આઠમી જીત મેળવી છે. આ જીત સાધે ધોનીની ટીમ 16 પોઈન્ટ મેળવી ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા કોલકત્તાએ 20 ઓવરમાં 6 વિકેટે 171 રન બનાવ્યા હતા. ચેન્નઈએ 20 ઓવરમાં 8 વિકેટે 172 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી.

ચેન્નઈને ઓપનરોએ અપાવી સારી શરૂઆત
ચેન્નઈ સુપર કિંગ્સને ઋતુરાજ ગાયકવાડ અને ફાફ ડુ પ્લેસિસે સારી શરૂઆત અપાવી હતી. બંનેએ પાવરપ્લેમાં વિના વિકેટે 52 રન જોડ્યા હતા. ચેન્નઈના ઓપનરોએ પ્રથમ વિકેટ માટે 74 રનની ભાગીદારી કરી હતી. ટીમને ગાયકવાડના રૂપમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. યુવા બેટ્સમેન ગાયકવાડ 28 બોલમાં 3 છગ્ગા અને બે ચોગ્ગા સાથે 40 રન બનાવી રસેલનો શિકાર બન્યો હતો.

 80 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી