બ્રિટનમાં ફરી લાગૂ કર્યું લોકડાઉન, નવા સ્ટ્રેનને લઈને ખતરો

બ્રિટનમાં કોરોના વાયરસના કહેર બાદ આવેલા કોરોનાના નવા સ્ટ્રેન વાયરસે હાહાકાર મચાવ્યો છે. જેના કારણે સતર્કતા જાળવવા માટે પ્રધાનમંત્રી બોરિસ જોનસને અહીં કડક પ્રતિબંધની સાથે સાથે લોકડાઉનની જાહેરાત કરી છે. આ સાથે શાળાઓને પણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

બોરિસ જ્હોન્સને જણાવ્યું હતું કે જીવલેણ કોરોના સામે લડવા માટે કમ સે કમ ફેબ્રુઆરીના મધ્ય સુધી નવું સ્ટે-ઓન-હોમ લોકડાઉન લગાવામાં આવ્યું છે, જેથી જે ઘાતક વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે તેને રોકી શકાય.

આ જાહેરાતની સાથે જ બ્રિટિશ વડાપ્રધાને લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી. મંગળવારથી શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ ઓનલાઇન ચાલશે. લોકડાઉનની જાહેરાત સાથે લોકો હવે ઘરની બહાર જવાનું લગભગ બંધ થઇ જશે. ફક્ત જરૂરી કામતી જ લોકો બહાર નીકળી શકશે.

વડાપ્રધાન બોરીસે સોમવારે રાત્રે દેશને સંબોધન કરતાં કહ્યું હતું કે જે રીતે સંક્રમણના કેસ વધી રહ્યા છે તેના પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે આપણે વધુ સખત મહેનત કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે ઇંગ્લેન્ડમાં આપણે એક રાષ્ટ્રીય લોકડાઉનમાં જવું જ જોઇએ કારણ કે કોરોનાના નવા સ્ટ્રેનની સામે આ કડક પગલાં પૂરતા છે. આનો અર્થ એ છે કે સરકાર ફરી એકવાર તમને ઘરમાં રહેવા માટે નિર્દેશ કરી રહી છે.

ખાસ અપીલ

પીએમ જોનસને કહ્યું કે આ સમય એકસાથે મળીને કોરોનાના નવા સ્ટ્રેન પર કાબૂ મેળવવાનો છે. આપણે જલ્દી તેની પર નિયંત્રણ મેળવી લઈશું. તેઓએ લોકોને ધૈર્ય બનાવી રાખવાની અપીલ કરી અને કહ્યું કે ફેબ્રુઆરી મહિનાથી આ વાયરસ પર નિયંત્રણ મેળવી શકાશે. તેઓએ કહ્યું કે આ સમય તેમની સરકાર લોકોના જીવન બચાવવા ઈચ્છે છે અને સાથે તેમના હિતને ધ્યાનમાં રાખીને લોકડાઉનની અપીલ કરી નિયમોનું પાલન કરવા કહ્યું છે. 

 111 ,  1