તૈયાર થઇ જાવો, સાપુતારા મોન્સુન ફેસ્ટીવલ માટે……!

દક્ષિણ ગુજરાતમાં વસતા લોકોમાં સૌથી ફેવરિટ એવો સાપુતારાનો મોન્સુન ફેસ્ટિવલ ઓગષ્ટ મહિનાથી યોજાઈ રહ્યો છે. સાપુતારાના વિકાસ બાદ સિઝનમાં સહેલાણીઓની સંખ્યામાં અહીં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો હોવાથી જિલ્લા વહીવટીતંત્ર મોન્સુન ફેસ્ટિવલની તડામાર તૈયારીઓમાં લાગી ગયું છે.

આગામી તા. 11મી ઓગષ્ટથી તા. 10મી સપ્ટેમ્બર એમ એક મહિના સુધી ચાલનાર આ 2019ના આ મોન્સુન ફેસ્ટિવલ માટે સાપુતારાની ગર્વનર હીલ, બોટિંગ પોઈન્ટ, સનસેટ અને સનરાઈઝ પોઈન્ટ, લેકગાર્ડન વગેરે તમામ સ્થળોને ફેસ્ટિવલનો ઓપ આપવામાં આવી રહ્યો છે. ફેસ્ટિવલ દરમ્યાન ટ્રાફિક સમસ્યાને પહોંચી વળવા અને સહેલાણીઓ આરામથી હરીફરી શકે તે માટે પણ હોમગાર્ડની વિશેષ ટીમ તૈયાર કરી દેવામાં આવી છે. આ ફેસ્ટિવલ દરમ્યાન સ્થાનિક કલાકારો દ્વારા રોજેરોજ સાંસ્કૃતિક કાર્યક્રમો ઓજવામાં આવશે. તથા અહીં એક વિશેષ ડોમ બનાવી તેમાં વિવિધ સ્થાનિક ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણનું આયોજન પણ કરવામાં આવે છે. જેના ઉપલક્ષમાં સ્થાનિક કલાકારોને કોઈ મુશ્કેલી ન પડે તે માટેની યોગ્ય વ્યવસ્થા કરવા માટે પણ વિવિધ તંત્રોને તાકિદ કરવામાં આવી છે.

ડાંગ જિલ્લા કલેક્ટર એન. કે. ડામોર દ્વારા આ ફેસ્ટિવલના સંદર્ભમાં તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરીને મોન્સુન ફેસ્ટિવલ દરમિયાન સહેલાણીઓને કોઈ પણ જાતની અસુવિધા ન થાય તેની કાળજી રાખવા વહીવટીતંત્રને કટીબદ્ધ રહેવા સુચનાઓ આપી હતી.

 54 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી