September 26, 2022
September 26, 2022

રથયાત્રા પહેલા મુખ્યમંત્રી જ કેમ કરે છે પહિંદ વિધિ ? જાણો શું છે તેનું મહત્વ

આજે અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી ભક્તોને દર્શન આપવા નગરયાત્રાએ નીકળ્યાં છે. વહેલી સવારે મુખ્ય અતિથિ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રીએ પહિંદ વિધી કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું છે. જે બાદ ભગવાનનાં 3 રથ નગરચર્યાએ નીકળ્યાં છે.

અમદાવાદથી જે રથયાત્રા નીકળે છે તેમાં છેલ્લા 28 વર્ષથી રથયાત્રાના પ્રારંભ પૂર્વે પહિંદ વિધિ કરવામાં આવે છે. આ વિધિમાં રાજ્યના રાજા એટલે કે મુખ્યમંત્રી ભગવાન જગન્નાથજીના રથનો રસ્તો સોનાની સાવરણીથી સાફ કરે છે, અને પાણી છાંટે છે. આ વિધિને પહિંદ વિધિ કહેવાય છે. ત્યારબાદ મુખ્યમંત્રી રથનું દોરડું ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવે છે. ગુજરાત રાજ્યમાં પહિંદ વિધિની શરૂઆત 1990થી શરૂ કરવામાં આવી હતી.

રાજ્યના મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ, છબીલદાસ મહેતા, સુરેશ મહેતા, શંકરસિંહ વાઘેલા, નરેદ્ર મોદી અને આનંદીબહેન પટેલને રથયાત્રાની પહિન્દ વિધિ કરવાની તક મળી છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેદ્ર મોદીએ રથયાત્રામાં સૌથી વધુ 12 વખત પહિંદવિધિ કરી છે. કેશુભાઈ પટેલે પણ 5 વખત પહિંદ વિધિ કરી છે. રાજ્યનાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે બેવાર પહિંદ વિધિ કરી છે.

 45 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી