બંગાળમાં મમતાની જીતના કારણો ભાજપની હારના પણ કારણો બન્યા….?

શુવેન્દુ અધિકારીથી ભાજપને કેટલો મોટો રાજકિય લાભ ચૂંટણીમાં મળ્યો…?

પશ્ચિમ બંગાળમાં જે રીતે સીએમ અને ટીએમસીના સુપ્રિમો મમતા બેનરજીએ ભાજપની તમામ રાજકિય તાકાત અને ચૂંટણી મશિનરીને એકલા હાથે પરાસ્ત કરી છે તે જોઈને ખુદ ભાજપના ભલભલા નેતોઓ પણ સ્તબ્ધ થઇ ગયાં હોઇ શકે. બંગાળમાં દીદીએ ત્રીજીવાર સત્તા મેળવી છે. ભાજપે હારના કારણોની તપાસ સંગઠન કક્ષાએ આરંભી છે.

બંગાળમાં ભાજપે ચોક્કસ પોતાનુ કદ વધાર્યુ છે પણ ભાજપના નેતાઓને એવી આશા નહોતી કે દીદીની સામે પાર્ટી 100 બેઠકોની અંદર સમેટાઈ જાય તેવી સ્થિતિ સર્જાશે…! .ઉલટાનુ ભાજપને લાગતુ હતુ કે આ વખતે બંગાળમાં પાર્ટી સત્તા મેળવશે.જોકે મમતા બેનરજીએ ચાર એમ ફેક્ટરના સહારે જીત મેળવી હોય તેમ લાગી રહ્યુ છે. જે ભાજપ માટે હારના કારણો પણ છે. એક એવી વાત ચાલી રહી છે કે શુવેન્દુ અધિકારીને મમતાદીદીથી અલગ પાડીને ભાજપે કોઇ મોટો રાજકિય લાભ મેળવ્યો નથી.

જેમ કે મતુઆ સમુદાયની બંગાળમાં બે કરોડની વસતી છે.ચૂંટણી પહેલા પીએમ મોદી બાંગ્લાદેશ ગયા હતા અને મતુઆ સમુદાયના મંદિરમાં પૂજા કરવા માટે પણ ગયા હતા .જોકે એવુ લાગે છે કે, આ સમુદાયે ભાજપને મત આપ્યા નથી અને મમતા બેનરજી પર ભરોસો મુક્યો છે.

બીજુ એમ ફેકટર મુસ્લિમોનુ છે.જેમણે ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમના ઉમેદવારોને નજરઅંદાજ કરીને મમતા બેનરજીના ઉમેદવારોને એક થઈને મત આપ્યા છે.મમતા બેનરજી મુસ્લિમ મતદારોને પોતાની સાથે રાખવામાં સફળ થયા છે.

 64 ,  1