કર્ણાટકના બળવાખોર ધારાસભ્યોએ મુંબઇ પોલીસને કહ્યું-અમને બચાવો…

કર્ણાટકના નાટકમાં આજે નિર્ણાયક મોડ જોવા મળશે. એચડી કુમારસ્વામીએ સદનમાં બહુમત સાબિત કરવાની પરવાનગી માંગી છે. કોંગ્રેસ અને જેડીએસને આશા છે કે બળવાખોર ધારાસભ્ય એમનો સાથ આપશે અને સરકારને બચાવવામાં મદદ કરશે
.
સોમવારે કોંગ્રેસે પોતાના ધારસભ્ય દળની બેઠક બોલાવી છે. તો બીજી બાજુ ભાજપનું કહેવું છે કે 15 થી વધારે ધારાસભ્ય કે જેમને કોંગ્રેસ જેડીએસ ગઠબંધન સરકારથી પોતાનું સમર્થન પરત લઇ લીધું છે એમને ભાજપની સાથે જવાના સંકેત આપ્યા છે. એવામાં કુમારસ્વામીને મુખ્યમંત્રી પદથી રાજીનામું આપી દેવું જોઇએ.

કર્ણાટકમાં કોંગ્રેસના બળવાખોર ધારસભ્ય એમ ટી બી નાગરાજને મનાવવાા પ્રયત્નો અસફળ રહ્યા બાદ એ રવિવારે મુંબઇ ચાલ્યા ગયા જ્યાં એમને સ્પષ્ટ કર્યું કે ત્યાગપત્ર પાછા લેવાનો પ્રશ્ન ઊભો થતો જ નથી.

 50 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી