September 18, 2021
September 18, 2021

‘Bell Bottom’ માં PM બનેલી અભિનેત્રીને ઓળખી? નામ જાણી વિશ્વાસ જ નહીં કરો

અક્ષયકુમાર આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે

બોલીવુડ અભિનેતા અક્ષયકુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક બેલ બોટમ જલદી રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મનું ટ્રેલર પણ મંગળવારે રિલીઝ થઈ ગયું. અક્ષયકુમાર આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં બોલીવુડ અભિનેત્રીઓ પણ જોરદાર ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં વાણી કપૂર, હુમા કુરેશી અને લારા દત્તાના દમદાર રોલ છે. સામે આવેલા ટ્રેલરની ખુબ ચર્ચા થઈ રહી છે. ટ્રેલરમાં 210 મુસાફરોને હાઈજેકર્સથી બચાવવાની આખી કહાની દર્શાવવામાં આવી છે. આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે.

અક્ષયકુમાર ફિલ્મ બેલ બોટમમાં અંડરકવર એજન્ટની ભૂમિકામાં જોવા મળે છે. જેનું કોડ નેમ ‘બેલ બોટમ’ છે. તેના માથે 210 મુસાફરોને બચાવવાની જવાબદારી ભારત સરકાર ફિલ્મમાં સોંપશે. ટ્રેલરમાં દેખાડવામાં આવેલા દ્રશ્યોમાં પ્રધાનમંત્રીની ભૂમિકા ભજવનાર અભિનેત્રીના હાલ ચારે બાજુ ચર્ચા છે. ફિલ્મમાં પ્રધાનમંત્રીની ભૂમિકા ભજવનારી અભિનેત્રી કોઈ 55-60 વર્ષની અભિનેત્રી નથી પરંતુ એક યંગ અને ખુબસુરત અભિનેત્રી છે. આ ભૂમિકા ફિલ્મમાં લારા દત્તાએ ભજવી છે.

 88 ,  1