રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેરમાં રેકોર્ડબ્રેક તેજી

18 લાખ કરોડની માર્કેટ કેપ સાથે દેશની નંબર -1 કંપની

સપ્તાહના આખરી કારોબારી દિવસે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries)ના શેરમાં રેકોર્ડબ્રેક તેજી ચાલુ છે. શુક્રવારના વેપારમાં કંપનીનો શેર 4 ટકા વધીને 2684 રૂપિયા સુધી પહોંચ્યો જેના પગલે કંપનીનું માર્કેટ કેપ વધીને 18 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. નિષ્ણાતોનું માનવું છે કે રિલાયન્સ આવું કરનાર દેશની પ્રથમ કંપની બની છે.

શેરમાં વધારો થવાનું મુખ્ય કારણ ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો છે. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કંપનીના GRMમાં મજબૂત વૃદ્ધિ થઈ શકે છે.

ભારતની સૌથી આમીર વ્યક્તિ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીની સંપત્તિ આજે 8 ઓકટોબર 2021ના દિવસે 100 અબજ ડોલર (અંદાજે રૂ. 7.58 લાખ કરોડ) પર પહોંચી ગઈ છે. આ સાથે જ તેઓ પહેલીવાર ફોર્બ્સ બિલિયોનેર ઇન્ડેક્સમાં 100 બિલિયન ડોલર ક્લબમાં સામેલ થયા છે. ગઇકાલે 7 ઓક્ટોબરે કંપનીએ અમેરિકાના ટેક્સાસની ફૂડ રિટેલ ચેઇન સ્ટોર્સ કંપની 7-ઇલેવન, ઇન્ક (SEI) સાથે ભારતમાં 7-ઇલેવન કન્વિનિયન્સ સ્ટોર્સ ભારતમાં શરૂ કરવા માટે માસ્ટર ફ્રેન્ચાઇઝી કરાર કર્યા છે. આ જાહેરાત બાદ મુકેશ અંબાણીની સંપત્તિમાં 3.5 અબજ ડોલર (રૂ. 26,273.62 કરોડ)નો વધારો થયો છે.

 14 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી