અમેરિકા: ફેસબુક પરથી ડેટા લીક મામલે FTCએ 34 હજાર કરોડ રૂ.નો દંડ લગાવ્યો

અમેરિકન નિયમને ફેબસુક પર ડેટા સુરક્ષીત અને અંગતતાનું ઉલ્લંઘન મામલે તપાસ કર્યા પછી કંપની પર 5 અબજ ડોલર (અંદાજે રૂ. 34 હજાર કરોડ)નો દંડ લગાવવાની ભલામણ કરી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, અમેરિકન વેપારનું ધ્યાન રાખતી ફેડરલ ટ્રેડ કમીશન ને માર્ચ 2018માં ફેસબુક પરથી ડેટા લીક કેસની તપાસ શરૂ કરી હતી. તેમાં ફેસબુકને યુઝર્સની અંગતતા અને સુરક્ષામાં ખામી મામલે દોષિત જાહેર કરવામાં આવ્યા છે.

કમિશન પ્રમાણે અમેરિકામાં પ્રાઇવેસીના ઉલ્લંઘન મામલે કોઇ પણ કંપની પર લગાવાયેલો આ અત્યાર સુધીનો સૌથી મોટો દંડ છે. જોકે આ દંડ ફેસબુકની કુલ માર્કેટ કેપ લગભગ 35 લાખ કરોડ રૂપિયાનો લગભગ 1 ટકા જેટલો છે.

રિપોર્ટ્સ પ્રમાણે ફેસબુકે તેના વિરુદ્ધ તપાસ શરૂ થતાં જ કાયદાકીય સમજૂતી માટે 3થી 5 અબજ ડોલર ચૂકવવાની વાત કરી હતી. એફટીસીએ પણ ઘટનાની તપાસ પૂરી કરવા માટે આ જ શરતોએ કંપની પર દંડ લગાવ્યો હતો.

એફટીસીના ચેરમેન જો સિમન્સે કહ્યું કે ફેસબુક લગાતાર વાયદાઓ કરી રહી હતી કે તે દુનિયાભારમાં એ વાતનું નિયંત્રણ કરવાની કોશિષ કરશે કે તેના યુઝર્સની પ્રાઇવેટ જાણકારી કોઇ સાથે શેર ન થાય. પરંતુ ફેસબુકે યુઝર્સને નિરાશ કર્યાં.

સિમન્સે કહ્યું- એફટીસીના ઈતિહાસમાં 5 બિલિયન ડોલરનો આ દંડ અભૂતપુર્વ છે. આ દંડ એટલા માટે લગાવવામાં આવ્યો છે કે ભવિષ્યમાં થનારા ઉલ્લંઘનને રોકી શકાય. તે સિવાય ગોપનીયતાને લઇને ફેસબુકના લગાતાર ઉલ્લંઘનની સંસ્કૃતિને બદલી શકાય.

 27 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી