September 20, 2021
September 20, 2021

વસૂલી કાંડ : મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી દેશ છોડવાની ફિરાકમાં..

EDએ જારી કરી લૂક આઉટ નોટિસ

100 કરોડ રુપિયાની વસૂલી કાંડમાં આરોપી મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની તકલીફો ઓછી થવાનું નામ નથી લેતી. ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)દ્વારા મની લોન્ડરિંગ કેસમાં તેમની સામે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે જેના પગલે દેશ છોડીને બહાર નહીં જઈ શકે. ઇડીએ આ નોટિસ 100 કરોડ રૂપિયાની વસૂલીના આરોપમાં જારી કરી હતી. આ અગાઉ સીબીઆઇ દ્વારા આંતરિક તપાસનો રિપોર્ટ લીક થવાના મામલે દેશમુખના વકીલની ધરપકડ કરવામાં આવી હતી.

100 કરોડની વસૂલાતની તપાસ કરી રહેલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અનિલ દેશમુખને અત્યાર સુધીમાં પાંચ વખત સમન્સ જારી કર્યા છે, પરંતુ તે એક વખત પણ ઇડી સમક્ષ હાજર થયા નથી. સુપ્રીમ કોર્ટે તેમને રાહત આપવાનો પણ ઇનકાર કર્યો હતો. હવે અટકળો છે કે તે તપાસ ટાળવા માટે દેશ છોડવાની ફિરાક કરી રહ્યા છે.

નોંધનીય છે કે, મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે અનિલ દેશમુખ પર 100 કરોડ રૂપિયાની ઉચાપત કરવાનો આરોપ લગાવ્યો હતો. તેના પર પોલીસ અધિકારીઓનો દુરુપયોગ, ખંડણી અને ટ્રાન્સફર-પોસ્ટિંગમાં હસ્તક્ષેપ કરવાનો પણ આરોપ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ આ મામલાની તપાસ કરી રહ્યું છે.

 64 ,  1