હવે સરકારી બેંકોની ભરતી પરીક્ષાઓ 13 ભાષાઓમાં લેવાશે

મહત્વનો નિર્ણયઃ હિન્દી- અંગ્રેજી સાથે 13 પ્રાદેશિક ભાષાઓમાં યોજાશે ભરતી પરીક્ષા

હિન્દી અને અંગ્રેજી સાથે 13 પ્રાદેશિક ભાષાઓમાં જાહેર ક્ષેત્રની બેંકો માટે કારકુનની ભરતીઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભારત સરકારના નાણાં મંત્રાલયે ભલામણ કરી છે કે 12 જાહેર ક્ષેત્રની બેંકો માટે કારકુનની ભરતીઓ અને આગળ જાહેર કરાયેલી ખાલી જગ્યાઓ માટે, પ્રિલિમ અને મુખ્ય બંને પરીક્ષાઓ 13 પ્રાદેશિક ભાષાઓમાં અંગ્રેજી અને હિન્દી સાથે લેવામાં આવશે.

આ નિર્ણય પ્રાદેશિક ભાષાઓમાં જાહેર ક્ષેત્રની બેંકો (PSBs)માં કારકુનની સંવર્ગની પરીક્ષાઓ યોજવા બાબતે તપાસ કરવા માટે ભારત સરકારના નાણા મંત્રાલય દ્વારા રચાયેલી સમિતિની ભલામણ પર આધારિત છે. IBPS દ્વારા શરૂ કરવામાં આવેલી પરીક્ષા યોજવાની ચાલુ પ્રક્રિયા સમિતિની ભલામણો ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી હોલ્ડ પર રાખવામાં આવી હતી.

સમિતિએ સ્થાનિક યુવાનોને રોજગારીની તકો માટે એક સમાન તક પૂરી પાડવા અને સ્થાનિક/પ્રાદેશિક ભાષાઓના માધ્યમથી ગ્રાહકો સાથે હાથ મિલાવવાના ઉદ્દેશ સાથે કામ કર્યું. પ્રાદેશિક ભાષાઓમાં કારકુનની પરીક્ષા લેવાનો આ નિર્ણય પહેલેથી જ જાહેરાત કરાયેલી ખાલી જગ્યાઓ માટે ચાલી રહેલી ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગામી એસબીઆઈ ખાલી જગ્યાઓ પર પણ લાગુ પડશે.

 17 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી