AMCને હાઇકોર્ટે ફટકારી – શું તમે રસ્તાની ગુણવત્તાથી રાજી છો..?

કાગળ પર નહીં, પણ રસ્તા પર કામ દેખાવું જોઇએ – હાઇકોર્ટ

અમદાવાદના બિસ્માર રસ્તાઓ, રખડતા ઢોર અને પાર્કિંગની સમસ્યા મુદ્દે હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સરકાર સામે આકરું વલણ દાખવ્યું છે. સાથે જ હાઈકોર્ટે કોર્પોરેશનને નિર્દેશ આપ્યો છે કે, માત્ર કાગળ પર કામ ન થાય, રસ્તા પર કામ દેખાવું જોઈએ. અમદાવાદમાં રખડતા ઢોર અને પાર્કિંગ મુદ્દે થયેલી અરજીના તિરસ્કાર બાબતે થયેલ અરજી મામલે કોર્ટે મહત્વની કેટલીક બાબતો નોંધી છે.

હાઈકોર્ટે પ્રાથમિક રીતે અવલોકન કર્યું છે કે, અમદાવાદના 60 ટકા જેટલા રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. જેથી હાઈકોર્ટે કોર્પોરેશન અને સરકારને અનેક સવાલો કર્યો હતા. સાથે જ હાઈકોર્ટે કોર્પોરેશનને નિર્દેશ કર્યો હતો કે, માત્ર કાગળ પર કામ ન કરો રસ્તા પર પણ કામ દેખાવવું જોઈએ. સાથે જ કોર્પોરેશનને બચાવમાં કહ્યું હતું કે, મેટ્રોનું કામ ચાલી રહ્યું હોય જેના પગલે રસ્તા ખરાબ છે અને તે રસ્તાઓનું સમારકામ કરવાની જવાબદારી મેટ્રોની છે.

કોર્પોરેશને પોતાના બચાવમાં અનેક દલીલો આપી હતી. પરંતુ કોર્ટે પુછેલા સવાલો આકરા હતા. કોર્ટના સવાલો પર નજર કરીએ તો. કોર્ટે કોર્પોરેશન અને સરકારને પૂછ્યું કે, શું કોર્પોરેશન અને સરકારના અધિકારીઓને અમદાવાદના રસ્તાઓ યોગ્ય લાગે છે. શું રસ્તાઓની આ ગુણવત્તાથી અધિકારીઓ ખુશ છે ? મેટ્રો મુદ્દે ટકોર કરતા કહ્યું કે, રસ્તાઓ કોર્પોરેશનની સીટી લિમિટમાં છે. શું તમે મેટ્રો બનાવતી કંપની મેગા જોડે કામ નથી લઈ શકતા ? શું મેગા કંપનીની જવાબદારી અંગે જાણ કરી ? મેગાના પિલર્સ પાસે થતું પાર્કિંગ રોકવા શુ કરો છો ? કોર્ટે 22 નવેમ્બર સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અને ટ્રાફિક વિભાગ કામગીરી કરે તેવો આદેશ પણ આપ્યો છે.

 18 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી