‘મારૂ નામ સુનિલ બટકો છે, હું હીરાવાડીનો ડોન છું’ તેમ કહી પેટ્રોલપંપના કર્મચારીને માર્યું ચાકુ

પેટ્રોલ આપવાનું ના પાડતા ત્રણેય બદમાશો ઉશ્કેરાઇ ગયા, યુવક સાથે કરી મારામારી

કૃષ્ણનગર પોલીસે ગુનોં નોંધી વધુ તપાસ હાથધરી

શહેરના હીરાવાડી પેટ્રોલપંપ પર ત્રણ બદમાશોએ પેટ્રોલપંપ પર ફરજ બજાવતા યુવક સાથે મારામારી કરી ચાકુ વડે હુમલો કરી દેતાં મામલો કૃષ્ણનગર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પેટ્રોલપંપ પર મશીન બંધ હોવાથી પેટ્રોલ ભરવાની ના કહેતા એક્ટિવા પર આવેલા ગુંડાઓ ઉશ્કેરાઇ ગયા હતા. અને યુવક સાથે મારામારી કરવા લાગ્યા હતા. ત્રણમાંથી એક આરોપીએ ધમકી આપતા કહ્યું હતું કે, મારૂ નામ સુનિલ બટકો છે, હું હીરાવાડીનો ડોન શું… હાલ આ મામલે કૃષ્ણનગર પોલીસે ત્રણ આરોપીઓ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હીરાવાડી ખાતે આવેલ અંબિકા પ્રેટ્રોલપંપ પર ફરજ બજાવતા સતેન્દ્રસિહ તોમરે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત રોજ રાત્રિના 10 વાગ્યાની આસપાસ મિત્રો સાથે પેટ્રોલપંપ બંધ કરી હિસાબ કરતા હતા. તે વખતે ત્રણ અજાણ્યા શખ્સો એક્ટિવા લઇને આવ્યા હતા. અને પેટ્રોલ નાખવાનું છે નાખી આપો તેમ જણાવ્યું હતું. જો કે સતેન્દ્રસિેહે પેટ્રોલપંપનું મીટર મશીન બંધ કર્યું હોવાથી પેટ્રોલ નહીં નાખી આપીએ તેમ જણાવતા એક ઇમસ ઉશ્કેરાઇ ગયો હતો. અને મનફાવે તેમ બોલવા લાગ્યા હતો. એટલું જ નહીં મારૂ નામ સુનીલ બટકો છે અને હું હીરવાડીનો ડોન છું તેમ કહી જતા રહ્યા હતા. થોડી વાર પછી ત્રણેય બદમાશો ફરી પેટ્રોલપંપ પર આવ્યા હતા. અને એજ બાબતે બોલાચાલી કરી બિભત્સ ગંદી ગાળો બોલવા લાગ્યા હતા.

આ દરમિયાન એક ઇમસે લાકડી વડે પેટ્રોલપંપ પર તોડફોડ કરવા લાગ્યો હતો. તોડફોડનો રોકવા જતાં અન્ય એક ઇસમે સતેન્દ્રસિંહ તોમરને ડાબા હાથની કલાઇ પર ચાકુનો એક ઘા મારી દીધો હતો. ત્યારબાદ ત્રણેય બદમાશોએ ગરદાપાટુનો માર મારી ભાગી ગયા હતા.

આ મામલે કૃષ્ણનગર પોલીસે ત્રણ બદમાશો સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 171 ,  3