અમિતાભના જન્મદિન પહેલા રેખાએ ઉજવ્યો પોતાનો 67મો જન્મદિન..

અમિતાભની પહેલી ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’, રેખાની ‘સાવન ભાદો…’

બોલિવુડના શહેનશાહ અને એંગ્રી યંગ મેન અમિતાભ બચ્ચનનો આજે 79મો જન્મ દિવસ છે. યોગાનું યોગ બોલિવુડમાં જેમણી સાથે પ્રેમ પ્રકરણની અટકળો અને ગોસીપ ચાલતા હતા તે ચુલબુલી રેખાનો પણ આજે 67મો જન્મ દિવસ છે. બોલિવુડમાં હાલમાં એક બીજાથી અંતર જાળવતા અમિતાભ અને રેખાનો જન્મદિન એક જ તારીખે આવે છે. તે પણ કોઇ સીલસીલા જેવા સંજોગો હોઇ શકે..

અમિતાભે સાત હિન્દુસ્તાની નામની ફિલ્મથી શરૂઆત કરી હતી. જ્યારે દક્ષિય ભારતીય રેખાએ સાવન ભાદો નામની ફિલ્મથી શરૂઆત કરી હતી. ફિલ્મ સીલસીલામાં તેમના વચ્ચે જે પરીણય સંબંધો દર્શાવવામાં આવ્યા છે. તે તેમણા વાસ્તવિક જીવનના હોવાનું મનાય છે. જો કે છેલ્લા ઘણા વર્ષોથી તેઓ એકબીજાથી દુર રહેવાનું પસંદ કરે છે.

લાખો-કરોડો લોકોના દિલ જીતનારા બૉલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને બૉલિવૂડમાં અનેક શાનદાર ફિલ્મો આપી છે. શ્રેષ્ઠ અભિનેતા હોવાની સાથે જ અમિતાભ બચ્ચન સારા માણસ પણ છે. પોતાની ફિલ્મી કેરિયરમાં અલગ સિદ્ધી હાંસલ કરનારા મહાનાયક અમિતાભનું જીવન પણ કાયમ ચર્ચાંમાં રહે છે.

જ્યારે પણ આપણે બોલિવુડની સદાબહાર અભિનેત્રીઓ ની વાત કરીયે છે ત્યારે સૌથી પેહલુ નામ રેખાનું આવે છે મિત્રો બોલિવુડ એવી ઘણીબધી અભિનેત્રીઓ છે જે તેમના અભિનય ના કારણે ખુબજ લોકપ્રિય બની છે મિત્રો ભાનુરેખા ગણેશન ઉર્ફે રેખા નો જન્મ 10 ઓક્ટોબર 1954 ના રોજ મદ્રાસ મા થયો હતો અનેતેઓ હિન્દી ફિલ્મોમાં અભિનેત્રી છે. પ્રતિભાશાળી રેખાને હિન્દી ફિલ્મોની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક માનવામાં આવે છે રેખાએ બાળ કલાકાર તરીકે તેલુગુ ફિલ્મ રંગુલા રત્નમથી ફિલ્મી કારકીર્દિની શરૂઆત કરી હોવા છતાં હિંદી ફિલ્મો માં તેમની એન્ટ્રી 1960 ની ફિલ્મ સાવન ભાદો મા થઇ હતી તેમને ભારત સરકાર દ્વારા પદ્મ શ્રી પુરસ્કાર પણ આપવામા આવ્યો હતો.

 18 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી