પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારોને છોડાવવા પરિજનોની માંગ

માછીમારોને છોડાવવામાં નહિ આવે તો આંદોલનની ચીમકી

ગીર સોમનાથ જિલ્લાના 350થી વધુ માછીમારો છેલ્લા ચાર વર્ષથી પાકિસ્તાની જેલમાં સબડી રહ્યા છે અનેક રજૂઆતો કરવા છતાં ભારત અને પાકિસ્તાન સરકાર આ મુદ્દે કોઈ નિસકર્ષ પર આવી ન હોય પરિવારો ભારે મુશ્કેલી નો સામનો કરી રહ્યા છે. ત્યારે આ મામલે હવે મહિલાઓ મેદાને આવી આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે. મોટી સંખ્યામાં મહિલાઓ એકઠી થઈ સુત્રોચ્ચાર કરી આવેદન પત્ર આપ્યું હતું. ટુંક સમયમાં પાક જેલમાંથી કેદ માછીમારોને છોડાવવા નહિ આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

આજે મોટી સંખ્યામાં ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર મામલતદાર કચેરી આગળ પાકિસ્તાન જેલમાં કેદ માછીમાર પરિવારની મહિલાઓ રોષ સાથે એકઠી થઈ હતી. અને સુત્રોચાર સાથે આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા. માછીમાર પરિવારની મહિલાઓનું કહેવું છે કે છેલ્લા 4 -4 વર્ષ થી પાકિસ્તાન જેલમાં તેમના ઘરના મોભીઓ સબડી રહ્યા છે. તેમછતાં સરકાર તેમને છોડાવવા માટે પ્રયત્ન કરતી નથી. કોરોના બાદ તો પત્ર વ્યવહાર અને ટેલિફોનિક વાતો પણ બંધ થઈ છે. 

મહિલાઓનો આક્ષેપ છે કે માછીમારોને પાક જેલમાંથી છોડાવવા પ્રત્યે સરકાર ઉદાસીન દાખવી રહી છે. કોરોના કાળ દરમિયાન વિદેશમાં વસતા ભારતીયો પોતાના પતન પરત આવી શકે તો અમારા પરિજનો કેમ નહિ. અને એટલે જ આજે મોટી સંખ્યામાં મહિલાઓ એકઠી થઈ રોષ સાથે પાક વિરુદ્ધ અને ‘મોદી સરકાર મદદ કરો’ ના સુત્રોચાર કરી કોડીનાર મામલતદારને આવેદન આપી રજુઆત કરી હતી. અને ટુક સમયમાં માછીમારોને છોડાવવા સરકાર પ્રયત્ન નહિ કરે તો આંદોલન પણ કરવા પડશે તો કરીશ.

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી