હોસ્પિટલમાં દર્દીઓના સગાઓ ઘૂસ્યા, હુમલો કર્યો- 104 તબીબી છાત્રો ફરજથી દૂર..

રાત્રે કેટલાક લોકો પીપીઇ કીટ પહેરીને ધન્વંતરી હોસ્પિટલમાં ઘૂસી જતાં બબાલ..

અમદાવાદ શહેરના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ગુજરાત યુનિવર્સિટીના કોન્વોકેશન સેન્ટરમાં ડીઆરડીઓના સહયોગથી ઊભી કરવામાં આવેલી ધન્વન્તરી હોસ્પિટલમાં ફરજ બજાવતા બી. જે. મેડિકલ કોલેજના 104 એમબીબીએસના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ માટે ગુરુવારની રાત ખૂબ જ માનસિક તાણ ભરી રહી હતી. એક અહેવાલ મુજબ આ વિદ્યાર્થીઓને હાલ ધન્વન્તરી હોસ્પિટલમાં નાઇટ ડ્યુટી પર મૂકવામાં આવ્યા છે. ત્યારે દર્દીઓના કેટલાક સંબંધીઓ પીપીઈ કીટ પહેરીને હોસ્પિટલમાં ઘુસી ગયા હતા અને ડોક્ટરને ધમકાવ્યા હતા. આ ઘટનાથી હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા અને મેનેજમેન્ટ સામે મોટો પ્રશ્ન ઉભો થયો છે.

નાઇટ ડ્યુટી પર ફરજ બજાવતા વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો હતો કે દર્દીઓના કેટલાક સંબંધીઓએ પી.પી.ઇ કીટ પહેરીને હોસ્પિટલમાં પ્રવેશ કર્યો હતો અને તેમને માત્ર ધમકી આપી નહોતી, પરંતુ તેમની એક સાથી મહિલા ડોક્ટર કે જે રાત્રે 11 વાગ્યાની આસપાસ પોતાની ફરજ પૂરી કર્યા પછી પરત જઈ રહી હતી તેના પર હુમલો પણ કર્યો હતો.

અહેવાલ મુજબ ગુસ્સે ભરાયેલું ટોળું કથિતરૂપે આઇસીયુ વોર્ડ પહોંચ્યું હતું અને હાજર જુનિયર તબીબોને ધમકી આપી હતી. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે પરિસ્થિતિ એટલી વિકટ હતી કે તેઓ મદદ માટે રડવા લાગ્યા, પરંતુ પોલીસ અને ફરજ પરની સિક્યુરિટી તરફથી કોઈ મદદ મળી ન હતી. વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે આક્રમક ભીડથી બચવા માટે તેઓએ હોસ્પિટલના પાછળના ભાગથી પોતાનો જીવ બચાવવા માટે ભાગવુ પડ્યું હતું.

અફરાતફરી છતા ધનવંતરી હોસ્પિટલના મેનેજમેન્ટ તરફથી કોઈ મદદ ન થતાં. વિદ્યાર્થીઓ આ મુદ્દે ચર્ચા કરવા માટે જુનિયર ડોક્ટર એસોસિએશન (જેડીએ) ના સભ્યો અને બી જે મેડિકલ કોલેજમાં કોલેજના ડીનને મળ્યા હતા. તે બેઠક બાદ જ જેડીએ દ્વારા તેમની માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી ધન્વંતરી હોસ્પિટલમાં એમબીબીએસ અંતિમ વર્ષના 104 વિદ્યાર્થીઓની સેવા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે

 33 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર