Reliance AGM 2021: મુકેશ અંબાણીએ કહ્યું – વિતેલા વર્ષે કંપનીએ શાનદાર પ્રદર્શન કર્યું, કોરોના હોવા છતાં કંપનીનો નફો વધ્યો

દર 10માંથી 1 કોરોના દર્દીને ઓક્સિજન પૂરો પાડ્યો- નીતા અંબાણી

એશિયાના સૌથી અમીર બિઝનેસમેન અને દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ 44મી એન્યુઅલ જનરલ મીટિંગ(AGM)ની શરૂઆત કરી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ માર્કેટ કેપિટલાઈઝેશનની રીતે દેશની સૌથી મોટી કંપની છે. મુકેશ અંબાણીનું ભાષણ શરૂ થતા જ કંપનીના શેરમાં લગભગ 2 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ બેઠકમાં કંપનીના તમામ 12 ડાયરેક્ટર હાજર છે. બેઠકની શરૂઆતમાં કંપની એ તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી, જે કોવિડ-19ની મહામારી દરમિયાન મૃત્યુ પામ્યા છે.

મુકેશ અંબાણીએ કહ્યું આપણો કારોબાર અને બિઝનેસ અગાઉની એન્યુઅલ જનરલ મીટિંગની સરખામણીએ આશા કરતા વધુ વધ્યો છે. જોકે અમને જે વસ્તુથી વધુ ખુશી મળી તે છે રિલાયન્સની માનવ સેવા. કોરોનાના મુશ્કેલી સમયમાં રિલાયન્સે આ કામ કર્યું. કોરોનાના સમયમાં અમારા રિલાયન્સ પરિવારે એક રાષ્ટ્રની જેમ ડ્યુટી નિભાવી. અમને વિશ્વાસ છે કે છેલ્લા એક વર્ષમાં અમારા આ પ્રયાસને અમારા સંસ્થાપક ચેરમેન ધીરુભાઈ અંબાણીના પ્રયાસોને આગળ વધાર્યા છે. આ પહેલા કોરોનામાં પોતાનોજીવ ગુમાવનારા રિલાયન્સના કર્મચારીઓ માટે મુકેશ અંબાણીએ એક મિનિટનું મૌન રાખ્યું.

મુકેશ અંબાણીએ કહ્યું કે અમારા દાદા અમારી સાથે હોત તો ગર્વ મહેસુસ કરે છે. આ જ તે રિલાયન્સ છે, જે તેઓ હમેશા દેખવા માંગતા હતા, જ્યાં દરેક વ્યક્તિ જરૂરિયાતમંદ માટે પોતાનું સંપૂર્ણ યોગદા આપે. અમે અમારા સમુદાય અને દેશની સેવામાં લાગેલા રહીએ છીએ. જિયો ઈન્સ્ટીટ્યુટ નવા મુંબઈ કેમ્પસમાં આ વર્ષથી એકેડેમિક સેશનની શરૂઆત કરશે.

મુકેશ અંબાણીની 5 મિનિટની સ્પીચ પછી ઈશા અને આકાશે રિલાયન્સ ફેમિલિની સાથે વાત કરી. તેમણે કેર પોલીસી વિશે જણાવ્યું. સાથે જ તેમણે કહ્યું કે ગત AGMની સરખામણીમાં આપણો બિઝનેસ વધુ વધ્યો છે. તે પછી નીતા અંબાણીએ જણાવ્યું કે રિલાયન્સ ગ્રુપે 4.5 કરોડ ભારતીયોની કોવિડ મહામારી દરમિયાન મદદ કરી છે.

  • નીતા અંબાણીએ જણાવ્યું કે, ભારતમાં દર 10માંથી 1 કોરોના દર્દીને ઓક્સિજન પૂરો પાડ્યો.
  • નીતા અંબાણીએ કહ્યું કે, આ વર્ષથી જિયો ઇન્સ્ટીટ્યુટના નવી મુંબઈ ખાતેના કેમ્પસમાં એકેડેમિક સેશન શરૂ થશે

જિયો-ગૂગલ 4G સ્માર્ટફોનનું થશે લોન્ચિંગ

  • આ સ્માર્ટફોન કેવો હશે, હાલ એ વિશે કોઈ માહિતી નથી. જોકે ગૂગલે ગત વર્ષે જિયોમાં 4.5 અબજ ડોલર( લગભગ 33 હજાર 600 કરોડ રૂપિયા)નું રોકાણ કર્યું છે. આ રકમના કેટલાક હિસ્સાનો ઉપયોગ જિયો ખૂબ જ સસ્તા સ્માર્ટફોન બનાવવામાં કરશે. એનાથી જિયો અને ગૂગલ દેશના એ બજાર પર કબજો કરી શકે છે, જેમાં લોકોએ હજી સુધી સ્માર્ટફોનનો ઉપયોગ કર્યો નથી.
  • રિસર્ચ ફર્મ કેનાલિસના જણાવ્યા મુજબ, ભારતમાં વેચાતા સ્માર્ટફોનમાં ચીનની કંપનીઓનો હિસ્સો 70 ટકાથી વધુ છે. એવામાં જિયો અને ગૂગલનો સસ્તો 4G સ્માર્ટફોન ચીનની કંપનીઓ માટે ખતરા સમાન સાબિત થઈ શકે છે.
  • કાઉન્ટર પાઈન્ટ રિસર્ચના જણાવ્યા મુજબ, ભારતના લગભગ 45 કરોડ લોકોની પાસે સ્માર્ટફોન છે. જ્યારે લગભગ 50 કરોડ લોકો હાલ પણ સ્માર્ટફોનથી દૂર છે. એવામાં રિલાયન્સ-ગૂગલ આવા જ યુઝર્સને ટાર્ગેટ કરવા ઈચ્છે છે. કાઉન્ટર પોઈન્ટ રિસર્ચ અને આઈડીસીએ કહ્યું હતું કે સ્માર્ટફોનની સીમામાં લોકોને લાવવા માટે બંને કંપનીએ 4000 રૂપિયાથી ઓછી કિંમતનો સ્માર્ટફોન બનાવવો પડશે.

 110 ,  1