મુકેશ અંબાણીએ 5792 કરોડમાં ખરીદી નોર્વેની REC સોલર હોલ્ડીંગ કંપની

રિલાયન્સે પાર પાડ્યો મોટો સોદો

દેશ અને એશિયાના સૌથી ધનવાન અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીના માલિકીની પેટાકંપની રિલાયન્સ ન્યૂ એનર્જી સોલર એનર્જી ક્ષેત્રમાં એક મોટી ડીલ કરી છે. રિલાયન્સ ન્યૂ એનર્જી સોલરે 771 મિલિયન ડોલર એટલે કે 5792 કરોડ રૂપિયામાં નોર્વેને REC સોલર હોલ્ડીંગ કંપની ખરીદી લીધી છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની રિલાયન્સ ન્યૂ એનર્જી સોલર લિમિટેડ (RNESL) એ ચાઇના નેશનલ બ્લુસ્ટાર (ગ્રુપ) કંપની લિમિટેડ પાસેથી REC સોલર હોલ્ડિંગ્સ AS (REC ગ્રુપ) નો 100 ટકા હિસ્સો ખરીદવાની જાહેરાત કરી છે. રિલાયન્સ ન્યૂ એનર્જી સોલરે BSE ફાઇલિંગમાં આ માહિતી આપી છે.

રિલાયન્સની નવી ઉર્જા દ્રષ્ટિ માટે વૈશ્વિક ફોટોવોલ્ટેઇક (PV) મેન્યુફેક્ચરિંગ પ્લેયર બનવા માટે આ સંપાદન નિર્ણાયક છે. આ સંપાદન રિલાયન્સ ગ્રુપ માટે 2030 સુધીમાં 100 ગીગાવોટ સૌર ઉર્જા ઉત્પાદનનું લક્ષ્ય હાંસલ કરવામાં ખૂબ મદદરૂપ સાબિત થશે. આ વર્ષ સુધીમાં ભારતનું લક્ષ્ય 450 ગીગાવોટ renewable energyનું ઉત્પાદન કરવાનું લક્ષ્ય ધરાવે છે.

નોર્વે મુખ્યાલય સ્થિત REC 1996માં સ્થાપના કરવામાં આવી હતી. તેનું operational headquarters સિંગાપુરમાં છે. સાથે જ ઉત્તરી અમેરિકા, યૂરોપ, ઓસ્ટ્રેલિયા અને એશિયા પ્રશાંતમાં તેનું રિઝનલ કેન્દ્ર છે. આ કંપનીની પાસે 600થી વધુ ઉપયોગ અને ડિઝાઈન પેટન્ટ છે, જેમાંથી 446ને મંજૂરી મળી છે. REC ખાસ કરીને research અને development ફોકસ કંપની છે.

 26 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી