જ્યારે રિલાયન્સમાં 16 અબજ ડોલરનું રોકાણ આવતા આવતા રહી ગયું…

સાઉદી કંપનીએ મુકેશ અંબાણીને કહ્યું – સોરી, નો ડીલ

રિલાયન્સે જણાવ્યું હતું કે તેના ઓટુસી કારોબારમાં રોકાણ કરવા માટે સાઉદી અરામકો સાથેનું પ્રસ્તાવિત ડીલ રદ થાય છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સાથે સાઉદી અરામ્કોએ ઓટુસી કારોબારમાં પ્રસ્તાવિત સોદાની સમીક્ષા કરશે, એમ કંપનીએ એક્સ્ચેન્જને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું. રિલાયન્સ આ સોદો કરવામાં સફળ રહ્યું હોત તો કંપનીમાં 16 અબજ ડોલરનું રોકાણ આવ્યું હોત.

રિલાયન્સના કારોબારની લાક્ષણિકતાને ધ્યાનમાં રાખીને બંને કંપનીઓએ પારસ્પરિક સંમતિથી સોદો સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. તેના પરિણામે રિલાયન્સમાંથી ઓટુસી કારોબાર અલગ કરવાની એનસીએલટીમાં લેવાલેી અરજી રદ કરાય છે.

રિલાયન્સ અને સાઉદી અરામ્કોએ ઓગસ્ટ 2019માં નોન-બાઇન્ડિંગ એગ્રીમેન્ટ કર્યો હતો. આ કરાર મુજબ સાઉદી અરામ્કો રિલાયન્સના ઓટુસી બિઝનેસમાં 20 ટકા ભાગીદાર બનતી હતી.છેલ્લા બે વર્ષ દરમિયાન બંને ટીમોએ ડયુ ડિલિજન્સમાં ખાસ્સી જહેમત ઉઠાવી હતી. આમ છતાં પણ સોદો પાર પડયો ન હતો.

રિલાયન્સે જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી એકબીજા સાથે જોડાયેલા હોઈને રિલાયન્સ અને સાઉદી અરામ્કો એકબીજાને સારી રીતે સમજે છે. તેના દ્વારા વ્યાપક સહયોગનું પ્લેટફોર્મ પૂરુ પાડે છે. સાઉદી અરામ્કો અને રિલાયન્સ વિન-વિન પાર્ટનરશિપ માટે એકબીજાને પ્રતિબદ્ધ છે. રિલાયન્સ ભારતમાં ખાનગી ક્ષેત્રમાં સાઉદી અરામ્કોના રોકાણ ભાગીદાર તરીકે જારી રહેશે. તે સાઉદી અરેબિયામાં રોકાણ કરવા માટે સાઉદી અરામ્કો અને એસએઆઇસી સાથે રોકાણ કરવાનું જારી રાખશે.

 43 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી