રિલાયન્સે કહ્યું- કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સાથે અમારે કોઈ લેવા દેવા નથી, કંપનીએ હાઈકોર્ટમાં અરજી કરી

કૉર્પોરેટ ફાર્મિંગથી અમારી કોઇ લેવાદેવા નથી, ખેતીની સસ્તી જમીન નહીં ખરીદશે: રિલાયન્સ

પંજાબમાં રિલાયન્સ જિયો વિરુદ્ધના ખેડૂતોના વિરોધને ધ્યાનમાં રાખીને રિલાયન્સે ખેડૂતો સમક્ષ પોતાનો કેસ રજૂ કર્યો છે. રિલાયન્સે કહ્યું છે કે અમારે કૉર્પોરેટ ફાર્મિંગ થી કોઇ લેવાદેવા નથી. રિલાયન્સે કહ્યું, કૉર્પોરેટ અથવા કૉન્ટ્રેક્ટ ફાર્મિંગમાં અમારી દાખીલ થવાની કોઇ યોજના નથી. કંપનીએ એક નિવેદન પણ બહાર પાડ્યું છે જેમાં કહ્યું છે કે અમે કૉર્પોરેટ ફાર્મિંગ માટે ખેતીની જમીન ક્યારેય નથી ખરીદેશે. કંપનીએ તો એમ પણ કહ્યું છે કે તે ખેતીની જમીન નહીં ખરીદશે.

રિલાયન્સે સોમવારે એક નિવેદન બહાર પાડીને સ્પષ્ટતા કરી છે કે તે ખેડૂતો પાસેથી સીધો અનાજ નથી ખરીદતો. સપ્લાયર્સ ખેડૂતો પાસેથી MSP પર અનાજ ખરીદે છે. કંપનીએ કહ્યું કે તે ક્યારેય પણ ઓછા ભાવ પર લાંબા ગાળાના પ્રોક્યોરમેન્ટ કૉન્ટ્રેક્ટ (ખરીદારીના કરાર) નથી કર્યો. કંપનીએ કહ્યું કે તેમનો ઉદ્દેશ ખેડૂતોને મજબુત બનાવવાનો છે.

રિલાયન્સે તોડફોડ વિરુદ્ધ પંજાબ અને હરિયાણાની હાઇ કોર્ટમાં રીટ અરજી કરી છે. રિલાયન્સે પંજાબ અને હરિયાણા હાઇ કોર્ટને વિન્તી કરી છે કે અમારા કર્મચારીઓ અને પ્રોપર્ટીને નુકસાનથી બચાવો. કંપનીએ એમ પણ કહ્યું છે કે આ તોડફોડની પાછળ કારોબાર હરીફોનો હાથ હોવાનું કહેવામાં આવ્યું છે.

કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ આંદોલન વચ્ચે રિલાયન્સ જિયોના મોબાઈલ ટાવરને ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે. જેમાં રિલાયન્સ અને અદાણીના પ્રોડક્ટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. પરિણામે પંજાબમાં રિલાયન્સ જિયોના 1500થી વધુ ટાવર તોડવામાં આવ્યા છે. જેની પર હવે કંપની તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કંપનીને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સાથે કોઈ લેવા દેવા નથી. સાથે જ કંપનીએ રાજ્ય સરકારને મામલાને નોટિસમાં લેવાની અપીલ કરી છે.

 64 ,  1