September 23, 2021
September 23, 2021

અમેરિકાની એનર્જી સ્ટોરેજ કંપની એમ્બ્રીમાં રિલાયન્સ 5 કરોડ ડોલરનું રોકાણ કરશે

એમ્બ્રી સાથે ભારતમાં એક મોટી બેટરી બનાવતું યુનિટ લગાવવાની કવાયત

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પૂર્ણ માલિકી ધરાવતી કંપની રિલાયન્સ ન્યૂ એનર્જી સોલર લિમિટેડ પોતાના સ્ટ્રેટજિક ઇન્વેસ્ટર્સ પોલસન એન્ડ કંપની ઇન્ક. તથા બિલ ગેટ્સ ઉપરાંત અન્ય રોકાણકારોએ મોટી જાહેરાત કરતાં જણાવ્યું છે કે, તેઓ અમેરિકાની એનર્જી સ્ટોરેજ કંપની એમબ્રી ઇન્કમાં 144 મિલિયન ડૉલરનું રોકાણ કરશે. આમાં ખાસ કરીને રિલાયન્સ ન્યૂ એનર્જી સોલર લિમિટેડ એમબ્રીમાં 50 મિલિયન ડૉલરનું રોકાણ કરશે જેનાથી કંપનીને 42.3 મિલિયન શૅર્સ મળશે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝએ રેગ્યૂલેટરી ઓથોરિટીને જણાવ્યું કે, આ મહત્ત્વના રોકાણ કંપનીને વૈશ્વિક સ્તરે લાંબા ગાળાના એનર્જી સ્ટોરેજ બિઝનેસને વધારવામાં મદદરૂપ થશે.

Ambri તરફથી આવેલ એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ રોકાણથી કંપનીને પોતાની લોન્ગ ડ્યુરેશન એનર્જી સ્ટોરેજ સિસ્ટમને ગ્લોબલ લેવલ પર વિકસિત અને કોમર્શિયલાઈઝ કરવામાં મદદ મળશે.  રિલાયન્સ ન્યુ એનર્જી સોલર કંપનીમાં 4.23 કરોડ શેરોના અધિગ્રહણ માટે 5 કરોડ ડોલરનું રોકાણ કરશે.રિલાયન્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે એમ્બ્રી સાથે ભારતમાં એક મોટી બેટરી બનાવતું યુનિટ લગાવવા માટે વાતચીત કરી રહી છે.

અત્રે નોંધનીય છે કે રિલાયન્સની 44મી વાર્ષિક સાધારણ સભામાં બોલતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરપર્સન મુકેશ અંબાણીએ કહ્યું હતું કે કંપની પોતાના એન્વાર્યમેન્ટ ફ્રેન્ડલી ઇનિવેટીવ્સ હેઠળ 4 ગીગા ફેક્ટરી લગાવશે. તેઓએ જણાવ્યું હતું કે 2021માં કંપનીનો NEW ENERGY BIZ લોન્ચ કરવાની યોજના છે જેની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આગેવાની કરશે. આ યોજના હેઠળ ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગાકોમ્પ્લેક્સની સ્થાપના કરવામાં આવશે. ગ્રીન એનર્જી ગીગાકોમ્પ્લેક્સમાં 4 ફેક્ટરીઓ સ્થાપવામાં આવશે.

 74 ,  1