September 19, 2021
September 19, 2021

રિલાયન્સ ગણેશ ચતુર્થીએ લોન્ચ કરશે સૌથી સસ્તો સ્માર્ટફોન

જાણો Jio Phone Nextના ફિચર્સ અને કિંમત

ઈન્ટનેટ યુગમાં સ્માર્ટફોનનો ઉપયોગ રોકેટ ગતિએ વધી રહ્યો છે પણ ગરીબથી મઘ્યમવર્ગના લોકો મોંઘા સ્માર્ટ મોબાઈલફોન લઈ શકતા નથી. આ સ્થિતિ વચ્ચે આવા વર્ગના લોકોને વિશ્વને સૌથી સસ્તો સ્માર્ટફોન મળશે. Jio Phone Next ભારતમાં જિયો અને ગૂગલની ભાગીદારીથી 10 સપ્ટેમ્બરે લોન્ચ થશે. એક રિપોર્ટમાં દાવા કરવામાં આવ્યો છે કે, Jio Phone Next માત્ર 500 રૂપિયામાં ઉપલબ્ધ કરવામાં આવશે અને બાકીનાને EMI તરીકે આપવામાં આવશે. તેમજ એક વાત સામાન્ય છે કે Jio Phone Nextની કિંમત 5,000 રૂપિયાથી ઓછી હશે અને માત્ર 10 ટકા કિંમત ચૂકવીને ખરીદી શકાય છે.

અત્યાર સુધી સામે આવેલા લીક રિપોર્ટ અનુસાર, JioPhone Nextમાં એન્ડ્રોઇડ 11ને ગો એડિશનમાં ઉપલબ્ધ થશે. આ સિવાય ફોનમાં 5.5 ઇંચની HD ડિસ્પ્લે મળશે. ફોનમાં ક્વાલકોમનું QM215પ્રોસેસર, 2 અથવા 3 GB રેમ અને 16 અથવા 32 જીબી સ્ટોરેજ મળશે. ગ્રાફિક્સ માટે Adreno 308 GPU ઉપલબ્ધ થશે.

JioPhone Nextમાં 13-મેગાપિક્સલનો રિયર કેમેરો અને 8-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા મળી શકે છે. તેમજ, ફોનમાં 4G VoLTE સાથે ડ્યુઅલ સિમ સપોર્ટ અને 2500mAhની બેટરી મળશે. ફોન X5 LTE મોડેમ અને બ્લૂટૂથ v4.2ને સપોર્ટ કરશે, કનેક્ટિવિટી માટે GPS ઉપલબ્ધ થશે.

જિયો ફોન નેક્સ્ટના કેમેરા સાથે ગૂગલ લેન્સને સપોર્ટ કરવામાં આવશે. આ સિવાય ઘણા પ્રકારના ફિલ્ટર્સ ઉપલબ્ધ થશે. કેમેરા સાથે પોર્ટ્રેટ મોડ પણ ઉપલબ્ધ રહેશે. કેમેરા સાથે સ્નેપચેટ ફિલ્ટર્સ પણ ઉપલબ્ધ થશે. જિયો ફોન નેક્સ્ટ પર ગૂગલ આસિસ્ટન્ટ તમારા કહેવા પર મ્યુઝિક વગાડશે અને માયજિયો એપ પણ ખોલશે. Jio Phone Nextને તમામ પ્રકારના સોફ્ટવેર અને સુરક્ષા અપડેટ પણ મળશે. ફોનમાં ફિઝિકલ બટન માત્ર પાવર અને વોલ્યુમ માટે જ ઉપલબ્ધ રહેશે. હોટસ્પોટ JioPhone Nextમાં પણ મળી શકે છે.

ઘણા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે JioPhone Nextને બે મોડલમાં રજૂ કરવામાં આવશે એક બેઝિક હશે અને બીજું એડવાન્સ હશે. મૂળભૂત મોડેલની કિંમત 5,000 રૂપિયા અને અદ્યતન 7,000 રૂપિયા હશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રિલાયન્સ જિયોએ Jio ફોન નેક્સ્ટ માટે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા સહિત અનેક બેન્કો સાથે ભાગીદારી કરી છે, જે અંતર્ગત ગ્રાહકોને બેઝિક મોડલ માટે માત્ર 500 રૂપિયા અને એડવાન્સ મોડલ માટે 700 રૂપિયા ચૂકવવા પડશે. બાકીની રકમ સંબંધિત બેંક મારફતે ભરવાની રહેશે.

 185 ,  1