RIL Q2 Result : રિલાયન્સના નફામાં આવ્યો 43 ટકાનો મોટો ઉછાળો, કુલ કમાણી 13680 કરોડ

રિલાયન્સ જિયો અને રીટેલ બિઝનેસનું શાનદાર પ્રદર્શન

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. કંપનીનો કંસોલિડેટેડ નેટ પ્રોફીટ રૂ.13680 કરોડ રહ્યો. સપ્ટેમ્બર 2020 ક્વાર્ટરની તુલનામાં આમાં 43 ટકાનો ઉછાળો આવ્યો છે. સપ્ટેમ્બર 2020 ક્વાર્ટરમાં રિલાયન્સનો કોન્સોલિડેટેડ નેટ પ્રોફીટ રૂ.9567 કરોડ  રહ્યો હતો.

કંપનીની ઓપરેશનલ રેવન્યું 1.74 લાખ કરોડ રૂપિયા હતી.  વાર્ષિક ધોરણે આમાં 49 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. સપ્ટેમ્બર 2020 ક્વાર્ટરમાં આ 1.16 લાખ કરોડ રૂપિયા રહી હતી. પરિણામ અંગે કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં કંપનીનું પ્રદર્શન મજબૂત થયું છે. આ સૂચવે છે કે ભારતીય અને વૈશ્વિક અર્થતંત્ર ઝડપથી સુધરી રહ્યું છે.  બિઝનેસ ફરી એકવાર કોવિડ પહેલાના સ્તરે પહોંચી ગયો છે. તેમણે કહ્યું કે રિટેલ સેગમેન્ટમાં રિકવરી અદભૂત રહી છે. આ સાથે, ઓયલ ટુ કેમિકલ વ્યવસાયમાં પણ સારો સુધારો થયો છે.

O2C બિઝનેસ કેવો હતો?

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સેગમેન્ટ બિઝનેસ પર ધ્યાન આપીએ તો O2C (ઓયલ ટુ કેમિકલ)  બિઝનેસની આવક 58 ટકા વધીને 1.2 લાખ કરોડ રૂપિયા રહી છે. ગયા વર્ષે તે 76184 કરોડ રૂપિયા હતી.

રિલાયન્સ જિયોનું પ્રદર્શન

જિયો (Jio) પ્લેટફોર્મની વાત કરીએ તો સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તેનો ચોખ્ખો નફો 3728 કરોડ રૂપિયા રહ્યો હતો. તેણે વાર્ષિક ધોરણે 23 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. ગયા વર્ષે રિલાયન્સ જિયોનો ચોખ્ખો નફો 3019 કરોડ રૂપિયા હતો. રેવન્યુની વાત કરીએ તો સપ્ટેમ્બર ક્વાર્ટરમાં જિયોની રેવન્યું 19777 કરોડ રૂપિયા રહી હતી. ગયા વર્ષે આ જ સમયગાળામાં તે 18496 કરોડ રૂપિયા હતી. APRU (એવરેજ રેવન્યુ પર યુઝર )માં પણ ત્રિમાસિક ધોરણે 3.7 ટકાની વૃદ્ધિ નોંધાઈ  છે અને 143.60 રૂપિયા છે.

રીટેલ બિઝનેસનું પ્રદર્શન

રિલાયન્સ રિટેલની વાત કરીએ તો રેવન્યુમાં  9 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે અને તે 39926 કરોડ રૂપિયા રહ્યો છે. જે ગયા વર્ષના સમાન ગાળામાં 36566 કરોડ રૂપિયા રહ્યો હતો. રિટેલ માટે EBITDA (વ્યાજ, કર, અવમૂલ્યન પહેલાની કમાણી)  2913 કરોડ રહ્યુ હતું અને તેમાં 45 ટકાનો ઉછાળો આવ્યો છે. રિટેલ સેગમેન્ટનો નેટ પ્રોફીટ 1695 કરોડ રહ્યો હતો અને તેમાં લગભગ 74 ટકાનો વધારો જોવા મળ્યો છે.

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી