ખાદ્ય તેલ પર કસ્ટમ ડ્યૂટીમાંથી રાહત, શું હવે તેલના ભાવ ઘટશે….

મોદી સરકારનો મોટો નિર્ણય

ગુજરાત સહિત દેશભરમાં આગામી દિવસોમાં દશેરા, દિવાળી સહિતના તહેવારો આવી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે મોદી સરકાર સામાન્ય પ્રજા માટે મોટું પગલું લેવામાં આવ્યું છે. સરકારે પામોલીન અને સનફ્લાવર ઓઈલ પર ગ્રીસ સેસ અને કસ્ટમ ડ્યૂટી 31 માર્ચ 2022 હટાવી દીધી છે. જેથી તેના ભાવ ઘટતા સામાન્ય માણસોને હવે મોટી રાહત મળી રહેશે.

અગાઉ મંત્રાલય દ્વારા તેલના સ્ટોકની લિમિટ લાગૂ કરવા માટેના આદેશ જાહેર કરવામાં આવ્યા હતા.જે સ્ટોક લિમિટ માર્ચ 2022 સુધી રહેશે. જેનો દરેક રાજ્યને પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે. જેથી માર્ચ મહિના સુદી જનતાને ફાયદો મળી રહેશે.

આપને જણાવી દઈએ કે મંત્રાલયના જણાવ્યા પ્રમાણે સરસીયાનું તેલ છોડીને અન્ય ખાદ્ય પદાર્થોની કિંમતમાં 3.26 ટકાથી લઈને 8.58 ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ પગલું સરકાર દ્વારા ખાદ્ય તેલની કિંમતોને ઓછી કરવાને લઈને લેવામાં આવ્યું છે. જોકે તેમ છતા પણ તેલના ભાવમાં કોઈ વધારે પ્રમાણમાં ઘટાડો નથી થયો.

સરકારે ખાસ કરીને પામોલીન તેલ , સોયાબીન તેલ અને સનફ્લાવર તેલની કિંમતો પર કાપ મુક્યો છે જે માર્ચ 2022 સુધી રહેશે. જેથી સરકારના આ નિર્ણયને કારણે સામાન્ય માણસોને થોડી ઘણી રાહત મળી રહેશે.

ઉલ્લેખનીય છે પહેલાની સરખામણી એ આ તેલના ભાવમાં 5.5 ટકા સુધીનો ઘટાડો નંધાયો છે. નવા ભાવ પ્રમાણે ગ્રાહકો આવતીકાલથી એટલે કે 14 ઓક્ટોબરથી ખરીદી કરી શકશે. સાથેજ આ ભાવ માર્ચ 2022 સુધી યથાવત રહેશે. જેથી સરકારના આ નિર્ણયને કારણે સામાન્ય માણસોને ઘણી રાહત મળી રહેશે.

 23 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી