ગુજરાત યુનિવર્સિટી-કોલેજના નિવૃત પ્રોફેસરો માટે રાહતના સમાચાર

સાતમા પગારપંચના લાભ અંગેનો નિર્ણય ઝડપી લેવા સરકારને આદેશ

અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી અને કોલેજના નિવૃત પ્રોફેસરો માટે રાહતના સમાચાર આવ્યા છે. નિવૃત અધ્યાપકોને 7માં પગાર પંચનો લાભ આપવા માટે સરકાર નિર્ણય લેશે. જલ્દીથી આ અંગે નિર્ણય કરવા હાઇકોર્ટે હુકમ કર્યો છે.

વિગત મુજબ, હવે ગુજરાત યુનિવર્સિટી અને કોલેજના નિવૃત્ત અધ્યાપકોને સાતમા પગારપંચનો લાભ મળશે. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને સાતમા પગારપંચનો લાભ આપવા અંગે ઝડપથી નિર્ણય લેવા હુકમ કર્યો છે. મહત્વનું છે કે, આ અંગે 2 ઓગસ્ટ સુધીમાં જરૂરી નિર્ણય હાઈકોર્ટને જાણ કરવા આદેશ કરાયો છે.

નિવૃત અધ્યાપકોને હાલ છઠ્ઠા પગાર પંચનો લાભ મળી રહ્યો છે. આ અંગેની એક ફાઈલ પેન્ડિંગ હોવાથી સરકાર તરફથી કોર્ટમાં રજૂઆત થઈ હતી. જે બાદ હાઈકોર્ટની ખંડપીઠે સરકારને ઝડપથી નિર્ણય લેવા આદેશ આપ્યા છે.

 12 ,  1