September 25, 2022
September 25, 2022

અમદાવાદ: આજે ભગવાન જગન્નાથજીનું મામેરું, સાંજે 4 વાગ્યાથી મળશે દર્શનનો લાભ

ભગવાન જગન્નાથજી હાલમાં ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે સરસપુર ખાતે મોસાળમાં બિરાજમાન છે ત્યારે આજે ભક્તોને ભગવાનના મામેરાનાં અનેરા દર્શનનો લ્હાવો મળશે. મામેરામાં ભગવાનને સોનાનો ઢોળ ચડાવેલો દોઢ કિલોનો હાર, સોનાની ૩ વીંટી તેમજ ૩ દોરા ચડાવવામાં આવશે. આ ઉપરાંત મામેરામાં સોના-ચાંદીની ચૂની, નથણી, પાયલ તથા સાડીઓ, વાઘા, અને અન્ય શણગારની વસ્તુઓ ધરાવવામાં આવશે. આજે સાંજે 4 વાગ્યાથી મામેરું ભક્તોના દર્શનાર્થે સરસપુર રણછોડ મંદિરમાં મુકવામાં આવશે. આવતીકાલે સાંજે ફળોનો મનોરથ ધરાવવામાં આવશે જયારે રાત્રે ભજનનો કાર્યક્રમ યોજાશે.

 28 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી